રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં ગઈકાલે લાગેલી આગમાં બાળકો સહિત 28 થી વધુ લોકો આગમાં હોમાયા છે અને હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. રાજકોટમાં બેદરકારીના દાવાનળમાં અનેક પરિવારો હોમાયા છે અને આ ગેમિંગ ઝોન દુર્ઘટનામાં સાંગણવાના વિરેન્દ્રસિંહનો પરિવાર પણ વિખેરાયો છે.
રાજકોટ અગ્નિકાંડમાં દુર્ઘટનામાં એક જ પરિવારના 7 સભ્યો બન્યા ભોગ બન્યા હતા જેમાંથી 5 સભ્યોના મોત થયા છે. સાંગણવા ગામના વિરેન્દ્રસિંહ તેમના પત્ની, પુત્ર અને સાઢુના બાળકો સાથે ગેમિંગ ઝોનમાં ગયા હતા, જ્યાં એમના આ પરિવારનો માળો વિખેરાય ગયો છે. અચાનક ગેમિંગ ઝોનમાં આગ લાગી ત્યારે વિરેન્દ્રસિંહ તો સલામત સ્થળે હતા પરંતુ બાળકો આગમાં ફસાયેલા હોવાથી તેઓ એમને બચાવવા માટે ઉપર ગયા હતા. પરિવારને બચાવવા જતાં વિરેન્દ્રસિંહ પણ આગકાંડનો ભોગ બન્યા હતા. આ પરિવારના બે સભ્યો હાલ હોસ્પિટલમાં દાખલ છે અને 5 સભ્યોના મોત થયાની પુષ્ટી થઇ છે.
પિતાનો આક્રંદ
પોતાના પરિવારને ગુમાવ્યાની પીડામાં પ્રદિપસિંહ ચૌહાણે કહ્યું કે, ‘ હું મીડિયાના હાજરીમાં કહું કે, મને જે પણ સરકારી સહાય મળશે તેને હું જરુરિયાતમંદોને આપી દઈશ. અને ખાસ વાત કે, આ લોકોને જે પણ સજા થશે. ફાંસીની સજા કે કોઈ પણ જાતની સજા પડશે અને સજા પહેલા જો તેમને જામીન મળ્યા તો હું બધાને મારી નાખીશ. મારે આગળ પાછળ કઈ છે નહીં. જે હતું તે બધુ જતું રહ્યું છે. તેથી હું કોઈને જીવતા નહીં રહેવા દઉ. જેમ અમારા પરિવારની ઓખળપરખ નથી થતી તેમ હું તેમની ઓળખપરખ નહીં થવા દઉં. સરકાર આ લોકોને ફાંસીની સજા કરે અને કોઈ પણ વકીલ આમનો કેસ ના લડે, ના હાઈકોર્ટમાં, ના સુપ્રીમમાં કે ના અહીંયા.અને જો પૈસાથી જ કેસ લડવો હોય તો જે એમની ફી થતી હોય તેના કરતા 2 લાખ હું વખારે આપીશ.’
Published On - 3:54 pm, Sun, 26 May 24