Dahod: ધાનપુરની આશ્રમશાળાના 25થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમ થઇ દોડતી

|

Dec 17, 2022 | 7:14 AM

દાહોદ (Dahod) જિલ્લાના ધાનપુરમાં આવેલા અગાસવાણીના શ્રી સત્યનામ આશ્રમ શાળામાં સાંજનું ભોજન લીધા બાદ 25થી વધુ બાળકોની તબિયત અચાનક જ લથડી હતી. બાળકોને વોમીટિંગ શરુ થઇ ગઇ હતી.

એક તરફ રાજ્યમાં શિયાળાની ઋતુ જામી છે. જેના કારણે રાજ્યમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે. બીજી તરફ અન્ય બીમારીઓએ પણ અનેક સ્થળોએ માથુ ઉચક્યુ છે. ત્યારે આ તમામ વચ્ચે દાહોદમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. દાહોદ જિલ્લાના ધાનપુરમાં આવેલા અગાસવાણીના શ્રી સત્યનામ આશ્રમ શાળામાં સાંજનું ભોજન લીધા બાદ 25થી વધુ બાળકોની તબિયત અચાનક જ લથડી હતી. બાળકોને વોમીટિંગ શરુ થઇ ગઇ હતી. જેના પગલે શાળા તંત્ર, તાલુકા આરોગ્ય તંત્ર સહિતની ટીમ દોડતી થઇ ગઇ હતી અને બાળકોને સારવાર માટે ખસેડ્યા હતા.

25થી વધુ વિદ્યાર્થીઓને થયુ ફુડ પોઇઝનિંગ

દાહોદના ધાનપુરમાં અગાસવાણીની શ્રી સત્યનામ આશ્રમ શાળા આવેલી છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આશ્રમ શાળામાં જ વિદ્યાર્થીઓને સાંજનું ભોજન પણ આપવામાં આવે છે. ત્યારે 16 ડિસેમ્બરે સાંજે શ્રી સત્યનામ આશ્રમ શાળામાં ભોજન લીધા બાદ બાળકોની તબિયત લથડી હતી. બાળકોને વોમિટીંગ શરૂ થઈ ગઇ હતી. જે પછી આશ્રમશાળાના 25થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ અસર થઈ હોવાનું જણાયુ હતુ. બાદમાં આ તમામને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડ્યા હતા. તો બે બાળકોની તબીયત વધારે નાજુક થતા વધુ સારવાર માટે દાહોદ ખસેડવામાં આવ્યા હતા. હાલ મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમો આશ્રમ પર પહોંચી હતી. અને ભોજનના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી તપાસ હાથ ધરી છે.

Next Video