ખેડા : ગળતેશ્વરમાં બે ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 25 મુસાફરો ઇજાગ્રસ્ત, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 28, 2023 | 12:39 PM

ખેડા જિલ્લામાં અમદાવાદ ઇન્દોર હાઇવે પર અકસ્માત સર્જાયો છે. ગળતેશ્વર તાલુકાના મેનપુરા પાસે બે ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ટ્રાવેલ્સમાં સવાર 25થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે.

ખેડાના ગળતેશ્વરમાં બે ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગળતેશ્વરના મેનપુરા પાસે બે ખાનગી બસ સામ-સામે અથડાઈ હતી. જેમાં સવાર 25થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તનો સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે.

ખેડા જિલ્લામાં અમદાવાદ ઇન્દોર હાઇવે પર અકસ્માત સર્જાયો છે. ગળતેશ્વર તાલુકાના મેનપુરા પાસે બે ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ટ્રાવેલ્સમાં સવાર 25થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. એક ટ્રાવેલ્સ ઉજ્જૈનથી પરત ફરી રહી હતી. જેમાં અમદાવાદ નરોડાના મુસાફરો સવાર હતા. જ્યારે બીજી ટ્રાવેલ્સમાં સવાર મુસાફરો મધ્યપ્રદેશથી જામજોધપુર જઈ રહ્યા હતા. અચાનક અકસ્માત થતા અકસ્માત સર્જાયો છે.

આ પણ વાંચો- વીડિયો : ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ ટળ્યુ, ઠંડીનો ચમકારો વધ્યો, કેટલાક વિસ્તારમાં જ પડશે છૂટોછવાયો વરસાદ

અમદાવાદ અને ઇન્દોર હાઇવે પર મસમોટા ખાડાને કારણે અકસ્માત થયો હોવાનું હાલ અનુમાન છે. સ્થાનિકો અને લોકલ પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે 108માં દ્વારા ખસેડાયા હતા. ઇજાગ્રસ્તોને અમદાવાદ તથા ગોધરા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો