Surat : “નારી સંરક્ષણ ગૃહમાં હાલ કોઈ લગ્ન લાયક બહેન ન હોવાથી લગ્ન બાબતે કોઈપણ પૂછપરછ કરવી નહી” સુરતના નારી સંરક્ષણ ગૃહની બહાર આ પ્રકારની નોટિસ લગાડવામાં આવી છે. યુવતીઓ સાથે લગ્ન કરવાની અરજીમાં વધારો થતા નારી સંરક્ષણ ગૃહને આવા બોર્ડ લગાવવાની નોબત આવી પડી છે. આપને જાણીને નવાઈ લાગશે કે સુરત નારીગૃહમાં 20 હજારથી વધુ લગ્નની અરજીઓ પેન્ડિંગ પડી છે.
આ પણ વાંચો : Surat: ચંદ્રયાનની ડિઝાઈન તૈયાર કર્યાનો દાવો કરનાર કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીને સુરત પોલીસનુ તેડું! Video
યુવતીઓને લગ્ન માટે ફોન પર 50થી વધારે ઈન્ક્યારી આવતા નારીગૃહના મેઈન ગેટ પર જ પોસ્ટર લગાડવાની ફરજ પડી છે. નારી સંરક્ષણ ગૃહમાં યુવતીઓને લગ્નની અરજીઓ વધી રહી છે. જે બતાવે છે કે સમાજમાં કન્યાઓની કેટલી અછત છે. પરણવા માટે પુરુષોની લાઈનો લાગી છે, પણ કન્યા નથી. હાલ સુરત નારી સંરક્ષણ ગૃહમાં પોસ્ટ ગ્રેજ્યુએટથી લઈ બિઝનેસમેન સુધીના પુરુષોએ કન્યા માટે લગ્નની અરજી કરી છે. એટલુ જ નહીં 60 વર્ષના વૃદ્ધોએ પણ લગ્ન માટે અરજી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ સામે પરણવા માટે કન્યા જ નથી.