Banaskantha: એક અઠવાડિયામાં 31 જેટલા શિક્ષકો ગુલ્લી મારતા ઝડપાયા, જિલ્લા શિક્ષણાધિકારીની સરપ્રાઇઝ ચેકિંગમાં પોલ ખુલી

| Edited By: | Updated on: Jan 29, 2022 | 3:01 PM

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાની અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા શિક્ષકો ગેરહાજર રહેલા જણાયા.

બનાસકાંઠા (Banaskantha)ના દિયોદર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 7 શિક્ષકો ગુલ્લી મારતા ઝડપાયા છે. પ્રાથમિક શિક્ષણાધિકારી (Primary Education Officer)ની સરપ્રાઇઝ ચેકિંગમાં બેદરકારી બહાર આવી છે. ચાર દિવસ અગાઉ દાંતા, પાલનપુર, ધાનેરા અને ડીસાના શિક્ષકો પણ શાળામાં ગેરહાજર રહેલા જણાયા હતા. ત્યારે જીલ્લાની અલગ-અલગ પ્રાથમિક શાળાઓમાં તપાસ કરતા પોતાની ફરજ દરમિયાન બેદરકારી દાખવતા કુલ 31 શિક્ષકો (Teachers) સામે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં 1100 થી વધુ પ્રાથમિક શાળાઓ આવેલી છે. કોરોના મહામારીના કારણે પ્રાથમિક શાળાઓમાં અત્યારે ઓફલાઈન શિક્ષણ બંધ છે. જો કે શિક્ષકોએ શાળામાં આવીને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવુ ફરજિયાત છે. તેમજ ફળિયા શિક્ષણની પ્રવૃત્તિ દ્વારા શિક્ષણના પાઠ ભણાવવા માટેની જવાબદારી પણ શિક્ષકોને સોંપવામાં આવેલી છે.

કોરોનાને કારણે હાલમાં વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવતા નથી. વિદ્યાર્થીઓ શાળાએ ન આવતા હોવાથી શિક્ષકોને જાણે જલ્સા પડી ગયા હોય તેવુ પ્રાથમિક શિક્ષણાધિકારીની સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જોવા મળ્યુ. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાની અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા શિક્ષકો ગેરહાજર રહેલા જણાયા. આ પહેલા દિયોદરના સાત શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં 31 જેટલા શિક્ષકો તપાસ દરમિયાન શાળામાં સમય દરમિયાન હાજર ન હતા. જેને લઈ 31 શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં પણ આજ પ્રકારે સરપ્રાઇઝ ચેકિંગ કરી શાળા સમય દરમિયાન ગુલ્લી મારતા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવુ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યુ છે.

આ પણ વાંચો-

Ahmedabad: ધંધુકામાં યુવકની હત્યા મામલે હિન્દુ સંગઠનોમાં રોષ, રવિવારે ધંધુકા બંધની જાહેરાત

આ પણ વાંચો-

Porbandar: પાકિસ્તાનની અવળચંડાઈ, ભારતીય જળ સીમા નજીકથી એક બોટ સહિત 7 માછીમારોનું અપહરણ