Morbi : મકાનની બાલ્કની ધડાકાભેર તૂટતાં રાહદારી મહિલાનું મોત, બે મહિલા ઘાયલ

|

Feb 26, 2022 | 4:51 PM

મોરબીના સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે રોડ પર ત્રણ મહિલાઓ ચાલતી આવતી હતી અને બીજી તરફથી રિક્ષા આવતી હતી. જો કે તે સમયે ઘડાકાભેર બાલ્કની તુટીને રોડ પર પડી હતી. જેમાં ત્રણ મહિલાઓ પર કાટમાળ પડતો નજરે પડે છે. જ્યારે રિક્ષાચાલક રિક્ષા મૂકીને ભાગતો નજરે પડે છે.

મોરબીના(Morbi)  મહેન્દ્રપરા વિસ્તારમાં જર્જરિત મકાનની બાલ્કની(Balcony)  ધડાકાભેર તૂટી પડી હતી(Collapse)  જો કે આ દુર્ઘટનામાં એક રાહદારી મહિલાનું મોત થયું છે. જ્યારે વિડીયોમાં જોઇ શકાય છે કે મકાનની બાલ્કની તૂટી પડતા આખો કાટમાળ મહિલા પર પડ્યો હતો અને તે કાટમાળ હેઠળ દબાઈ ગઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઇ  હતી. આ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.

આ સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે રોડ પર ત્રણ મહિલાઓ ચાલતી આવતી હતી અને બીજી તરફથી રિક્ષા આવતી હતી. જો કે તે સમયે ઘડાકાભેર બાલ્કની તુટીને રોડ પર પડી હતી. જેમાં ત્રણ મહિલાઓ પર કાટમાળ પડતો નજરે પડે છે. જ્યારે રિક્ષાચાલક રિક્ષા મૂકીને ભાગતો નજરે પડે છે. જો કે દુર્ઘટના બાદ આસપાસના સ્થાનિક લોકો મદદે પહોંચ્યા હતા તેમજ એમ્બુયુલન્સ બોલાવીને ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા હતા. જો કે આ મકાનની બાલ્કની કયા કારણોસર તૂટી પડી તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ પણ વાંચો : યુક્રેનમાંથી હીજરત કરનારા ભારતીયો બોર્ડર પર ફસાયા, કોઈ મદદ મળતી નથી, એમ્બેસીનો હેલ્પલાઈન નંબર બંધ

આ પણ વાંચો : વડોદરા : ગરીબ કલ્યાણ મેળામાં 11,355 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા 247 કરોડથી વધુ રકમની સહાય 

 

 

Next Video