Morbi Tragedy : મચ્છુ કિનારે છવાયો ‘માતમ’ ! અચાનક વ્હાલસોયાની વિદાયથી પરિવારજનોના આંસુ નથી રોકાઈ રહ્યા

Morbi Tragedy : મચ્છુ કિનારે છવાયો ‘માતમ’ ! અચાનક વ્હાલસોયાની વિદાયથી પરિવારજનોના આંસુ નથી રોકાઈ રહ્યા

| Edited By: | Updated on: Oct 31, 2022 | 11:36 AM

આ કરૂણાંતિકાના કારણે સમગ્ર મોરબી શહેર શોકમગ્ન બન્યુ છે. મૃતકોની અંતિમવિધિ દરમિયાન પરિવારજનો સહિત સામાજીક આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીની ઝૂલતા પુલની  દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ઘણા લોકો હજુ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 141 થી વધુના મોત થયા છે, જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે. રેસ્ક્યુ અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ કરૂણાંતિકાના કારણે જાણે સમગ્ર મોરબી શહેર શોકમગ્ન બન્યુ છે.  મૃતકોની અંતિમવિધિ દરમિયાન પરિવારજનો સહિત સામાજીક આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. હાલ મોરબીમાં ચારે તરફ બસ રોકકળની ચિચિયારી સંભળાઈ રહી છે. અચાનક જ  વ્હાલસોયાની વિદાય થતા પરિવારજનોના આંખોમાં આંસુ અટકી રહ્યા નથી.

ચાર સભ્યોના મોત થતા પરિવાર શોકમગ્ન

રાજકોટના રેલનગરમાં રહેતો એક આખો પરિવાર વીંખાઇ ગયો. પતિ પત્ની અને તેના બે બાળકો આ ઝૂલતા પુલ પર ફરવા ગયા હતા. જેમાંથી પતિ પત્ની અને એક બાળકનું આ હોનારતમાં નિધન થયુ, જ્યારે એક બાળક બચી ગયો. આ બાળક હવે અનાથ થઇ ગયો છે. અત્યારે આ પરિવારના લોકો મૃત્યુ પામેલા તેમના સ્વજનોને લઇને તો રોકકળ કરી જ રહ્યા છે. સાથે જ અનાથ બની ગયેલા બાળકને જોઇને પણ તેઓ પોતાના આંસુ રોકી શકતા નથી

દુર્ઘટનામાં શામદાર પરિવાર પિંખાયો

તો આ તરફ જામનગરથી મોરબી ફરવા આવેલો શામદાર પરિવારનો માળો પિંખાયો છે. પુલ પર ફરવા ગયેલા એક જ પરિવારના 7 સભ્યોના મોત થતા પરિવાર શોકમગ્ન બન્યુ છે. માતા, પુત્ર, પુત્રી અને ભત્રીજી સહિતના સભ્યોના આ દુર્ઘટનામાં મોત નિપજ્યા છે. એક જ પરિવારના 7 સભ્યોના મોતથી હાલ માતમ છવાયો છે.