Morbi tragedy : ગોઝારી કાળરાત્રિએ એક મશીને મચ્છુના પાણીમાંથી શોધ્યા એનેક મૃતદેહ, જાણો આ હાઇટેક મશીન વિશે
Morbi Tragedy: મોરબીની ગોઝારી પુલ દુર્ઘટનાના 20 કલાક કરતા વધુ સમય પસાર થઈ ચુક્યો છે. આ દુર્ઘટના સ્થળે કલાકો બાદ પણ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. ભારતીય સેના, નેવી અને ફાયર બ્રિગેડના જવાનો ગુમ બનેલા લોકોની શોધખોળ કરી રહ્યાં છે.
મોરબી પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 130થી વધુ થઇ ગયો છે. મૃતકોમાં મોટાપાયે મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ છે. પુખ્ત વયના 78 લોકોના ઘટનામાં મોત થયા છે. તો 18 વર્ષ સુધીના 56 બાળકોના પણ ઘટનામાં થયા મોત થયા છે. મોરબીની ગોઝારી પુલ દુર્ઘટનાના 20 કલાક કરતા વધુ સમય પસાર થઈ ચુક્યો છે. આ દુર્ઘટના સ્થળે કલાકો બાદ પણ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. ભારતીય સેના, નેવી અને ફાયર બ્રિગેડના જવાનો ગુમ બનેલા લોકોની શોધખોળ કરી રહ્યાં છે. તો પોલીસના જવાનો અને નિષ્ણાંત તરવૈયાઓ પણ બચાવ કામગીરી કરી રહ્યાં છે. તો બચાવ કામગીરી માટે વિશેષ મશીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મોરબીમાં દુર્ઘટના બાદ બચાવ કામગીરી માટે હાઈટેક ડિપ ટ્રેકર મશીનની મદદ લેવામાં આવી હતી. પાણીમાં 200 મીટર ઉંડે જઈ શકવા સક્ષમ મશીન થકી તરવૈયાઓને રાત્રે બચાવ કામગીરી કરવામાં સરળતા રહી. પાણીમાંથી ૧૦૦ કિલો વજન ઉંચકીને બહાર કાઢવામાં મશીન ઉપયોગી સાબિત થયુ છે. તરવૈયાઓએ મશીનની મદદથી અનેક મૃતદેહ શોધી કાઢ્યા હતા. જે બાદ મશીન થકી જ વજનદાર મૃતદેહ બહાર કાઢવામાં આવી હતી. આ મશીનની કામગીરીને પગલે તરવૈયાઓને પાણીમાં સાપ કે અન્ય જીવજંતુઓની સમસ્યા પણ નડી ન હતી.
મહત્વનું છે કે મોરબી દુર્ઘટનાના મામલામાં તપાસ કરવા માટે ACPની અધ્યક્ષતામાં તપાસ ટીમ પહોંચી હતી. તેમણે જ્યાંથી મુખ્ય કેબલ તૂટ્યો એની જીણવટભરી તપાસ કરી હતી. . બ્રિજના કેબલ સહિત તમામ વસ્તુઓની તપાસ કરવામાં આવી. તપાસ સમિતિના સભ્યો દ્વારા ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી સહિતની કામગીરી કરવામાં આવી. તો પુલના ટેક્નિકલ પાસા અંગે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. પુલ કેવી રીતે તૂટ્યો તેની તપાસ કરાઈ રહી છે. કેબલની ગુણવત્તા કેવા પ્રકારની હતી ? કેબલ કેટલો જુનો હતો અને તેની જાડાઇ કેટલી છે ? તે તમામ પાસાઓની તપાસ આ ટીમ દ્નારા કરવામાં આવી છે.
