Breaking News : મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ત્રણ ઘાયલ

Breaking News : મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ત્રણ ઘાયલ

| Edited By: | Updated on: Oct 12, 2026 | 10:02 AM

મોરબીના હળવદમાં કાર અને બાઈક સામસામે આવી જતાં સામાન્ય બોલાચાલીએ જૂથ અથડામણનું સ્વરૂપ લીધું હતું. આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે DYSP અને LCB સહિતના અધિકારીઓ સાથે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે.

મોરબી જિલ્લાના હળવદ શહેરમાં બે અલગ-અલગ સમુદાયના જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ ઘટનાની શરૂઆત રસ્તા પર કાર અને બાઇક સામસામે આવી જવાથી થયેલી સામાન્ય બોલાચાલીથી થઈ હતી, જેણે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર, એક થાર ગાડીમાં ફેમિલી સાથેના લોકો અને સામા પક્ષે બાઇક ચાલકો વચ્ચે રસ્તા પર જગ્યા ન મળવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ માથાકૂટનું સ્વરૂપ પકડ્યું હતું. આ પછી, મોરબી ચોકડી ખાતે ફરી એકવાર માથાકૂટ થઈ અને તે મારામારીમાં પરિણમી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તુરંત એલર્ટ થઈ ગયું હતું. હળવદમાં કાયદો-વ્યવસ્થા જાળવવા અને વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડીવાયએસપી અને એલસીબી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા છે.

પોલીસે મોડી રાત્રે ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધર્યું હતું. ખાસ કરીને નવરાત્રિના તહેવારો દરમિયાન શાંતિભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે.

મોરબીમાં મેગા ડિમોલિશન ડ્રાઇવ, જુઓ Video 

Follow Us
Loading...
Unable to load recommendations.