મોરબીમાં ધાર્મિક દબાણ દૂર કરાયું, લોકોને અફવાઓથી દૂર રહેવા પોલીસની અપીલ, જુઓ Video

મોરબીમાં ધાર્મિક દબાણ દૂર કરાયું, લોકોને અફવાઓથી દૂર રહેવા પોલીસની અપીલ, જુઓ Video

| Edited By: | Updated on: Dec 03, 2025 | 2:18 PM

મોરબીમાં ફરી એક વખત દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. મોરબીના મણિમંદિર નજીક આવેલા વિવાદિત દરગાહનું ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. દબાણ હટાવવાની કામગીરીના વિરોધ બાદ હાલ શાંતિની સ્થિતિ સર્જાઈ છે.

મોરબીમાં ફરી એક વખત દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. મોરબીના મણિમંદિર નજીક આવેલા વિવાદિત દરગાહનું ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. દબાણ હટાવવાની કામગીરીના વિરોધ બાદ હાલ શાંતિની સ્થિતિ સર્જાઈ છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવામાં આવ્યું છે. જો કે લોકોને અફવાઓથી દૂર રહેવા પોલીસની અપીલ કરી છે.

મોરબીમાં ધાર્મિક દબાણ દૂર કરાયું

ઉલ્લેખનીય છે કે મોરબીમાં મણિમંદિર નજીક આવેલ વિવાદિત દરગાહનું ડિમોલિશન બાદ હાલ સ્થિતિ કાબૂમાં છે અને શાંતિનો માહોલ છે. પોલીસના કડક બંદોબસ્ત સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે દબાણ દૂર કરવાની કામગીરી વખતે કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. વિરોધના પગલે મોરબીનો બેઠો પૂલ બંધ કરાયો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ છે અને પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો