Morbi Bridge Collapse: પીડિતોને ચૂકવાશે વળતર, મોરબી નગરપાલિકા અને રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યુ સોગંદનામુ

|

Dec 12, 2022 | 6:54 PM

સોગંદનામામાં જણાવ્યા મુજબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોને કુલ 10 લાખ રૂપિયાનું પ્રતિ મૃતક વળતર ચૂકવાશે. ત્યારે ઝુલતો પુલ તુટવાની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને રૂપિયા 1 લાખ વળતર ચૂકવાશે.

30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. મોરબીમાં મચ્છુ ડેમ પર આવેલો કેબલ બ્રિજ તુટી પડ્તા 135થી વધુ લોકોના મોત થયા હતા, જેમાં નાના ભુલકાઓથી લઈ આબાલવૃદ્ધોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ મોરબી કેબલ બ્રિજ તૂટવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. મોરબી ઝૂલતો બ્રિજ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં ફરી એક વખત સુનાવણી હાથ ધરાઈ હતી અને મોરબી નગરપાલિકા અને રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોંગદનામુ રજૂ કર્યુ છે. સોગંદનામામાં જણાવ્યા મુજબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોને કુલ 10 લાખ રૂપિયાનું પ્રતિ મૃતક વળતર ચૂકવાશે. ત્યારે ઝુલતો પુલ તુટવાની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને રૂપિયા 1 લાખ વળતર ચૂકવાશે. હેરિટેજ ઈમારતોની પણ ચોક્કસ જાળવણી કરવી જોઈએ તેવી હળવી ટકોર પણ ગુજરાત હાઈકોર્ટે કરી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાને બનતા ટાળી શકાય.

મોરબીના કેબલ બ્રિજ દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં સીલ કવરમાં રજૂ કરવામાં આવ્યો છે. મોરબી નગરપાલિકાને પણ વિસર્જિત કરાશે, મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાને લઈને સરકારે સૈદ્ઘાંતિક મંજૂરી આપી છે. એડવોકેટ જનરલે કોર્ટને ખાતરી આપી છે કે ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી માટે મોરબી નગરપાલિકા વિસર્જિત કરાશે. તમને જણાવી દઈએ કે દિવાળી વેકેશન દરમિયાન મોરબીમાં કેબલ બ્રિજ તૂટવાની ઘટના સામે આવી હતી. જેમાં અંદાજે 135થી વધુ લોકોના મોત થયા હતા, આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી હતી અને ગુજરાત સરકાર, ગૃહ વિભાગ સહિત જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવી હતી.

Next Video