AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરબી બ્રિજ દુર્ઘટના કેસની હાઇકોર્ટમાં સુનાવણી, રાજ્યના 1,441 બ્રિજ યોગ્ય સ્થિતિમાં હોવાની સરકારની રજૂઆત

મોરબી બ્રિજ દુર્ઘટના કેસની હાઇકોર્ટમાં સુનાવણી, રાજ્યના 1,441 બ્રિજ યોગ્ય સ્થિતિમાં હોવાની સરકારની રજૂઆત

Ronak Varma
| Edited By: | Updated on: Dec 08, 2023 | 6:04 PM
Share

હાઇકોર્ટના આદેશ પ્રમાણે સરકાર દ્વારા એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરાયો છે. જેમાં સરકારે જણાવ્યું હતું કે બ્રિજના અકસ્માત બાદ 10 લોકોની ધરપકડ કરાઈ હતી, જે પૈકી 6ને જામીન મળ્યા છે અને 4 આરોપીઓ હાલ જેલમાં છે. આ ઉપરાંત મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરાયા છે અને નગર પાલિકાને પણ સુપર સિડ કરાઈ છે.

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે ફરી એક વખત આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. સાથે જ રાજ્યના મહત્વના બ્રિજને જાળવી રાખવા તેમજ તેને તોડી નાંખવાને બદલે તેનું યોગ્ય સમારકામ કરી સાચવી રાખવાના પણ આદેશ આપ્યા છે. હાઇકોર્ટે નગરપાલિકા અંતર્ગત આવતા બ્રિજને પોતાના હસ્તક લેવા સરકારને નિર્દેશ આપ્યો છે.

કોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું કે જે બ્રિજને રિપેરની જરૂર પડી તેને રિપેર કરાય છે અને જે બ્રિજ જર્જરીત હાલતમાં છે તેને લોકોના ઉપયોગ માટે બંધ કરાયા છે. ત્યારે કોર્ટે કહ્યું કે હેરિટેજ બ્રિજને તોડવાના નથી, તેને રિપેર કરીને જાળવવાના છે. તેની સાથે વૈકલ્પિક બ્રિજ પણ બનાવવા જોઈએ. પરંતુ હેરિટેજ બ્રિજનું સમારકામ મોરબી બ્રિજની જેમ ન કરાય તેનું પણ સરકાર ધ્યાન રાખે તેવી ટકોર હાઇકોર્ટે કરી છે.

મહત્વનું છે કે ગોંડલના 100 વર્ષ જૂના હેરિટેજ બ્રિજને પણ હાઇકોર્ટના આદેશ બાદ રિપેર કરાઈ રહ્યો છે. ત્યારે કોર્ટે કહ્યું કે પ્રાઇવેટ એજન્સી બ્રિજનું રિપેર કામ કેવી રીતે કરે છે તેના પર પણ સરકાર નજર રાખે. કારણ કે મોરબીમાં આ જ ભૂલ થઈ હતી. હેરિટેજ બ્રિજને ટેક્નિકલ એક્સપર્ટ અને અનુભવ વગર રિપેર કરાયો હતો. સરકારે આ માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાનો સંપર્ક કરવો જોઈએ અને આવા હેરિટેજ બ્રિજનું સમારકામ નિષ્ણાત આર્કિટેક્ટ પાસે જ કરાવવું જોઇએ.

આ પણ વાંચો પુષ્પા ફિલ્મની મોડ્સ ઓપરેન્ડીથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, અમદાવાદમાં એસિડના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી

મહત્વનું છે કે હાઇકોર્ટના આદેશ પ્રમાણે સરકાર દ્વારા એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરાયો છે. જેમાં સરકારે જણાવ્યું હતું કે બ્રિજના અકસ્માત બાદ 10 લોકોની ધરપકડ કરાઈ હતી, જે પૈકી 6ને જામીન મળ્યા છે અને 4 આરોપીઓ હાલ જેલમાં છે. આ ઉપરાંત મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરાયા છે અને નગર પાલિકાને પણ સુપર સિડ કરાઈ છે. સરકારે કોર્ટ સમક્ષ જણાવ્યું કે રાજ્યમાં આવેલા 1441 બ્રિજનું ઇન્સ્પેકશન કરાયું છે. આ બ્રિજ રોડ અને બિલ્ડિંગ વિભાગ અંતર્ગત આવેલા છે. જે પૈકી 348 બ્રિજ મહાનગર પાલિકા અને 113 બ્રિજ નગરપાલિકા અંતર્ગત આવેલા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">