ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર, 13 દિવસ બાદ આગળ વધ્યું ચોમાસું

|

Jun 23, 2024 | 4:02 PM

છેલ્લા 13 દિવસથી નવસારી આસપાસ રોકાયેલું ચોમાસું આખરે આગળ વધ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવે જાણે કે મેઘરાજાએ આળસ ખંખેરી હોય એવું લાગી રહ્યું છે અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં ચોમાસું બેઠું છે.

ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 13 દિવસથી નવસારી આસપાસ રોકાયેલું ચોમાસું આખરે આગળ વધ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવે જાણે કે મેઘરાજાએ આળસ ખંખેરી હોય એવું લાગી રહ્યું છે અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં ચોમાસું બેઠું છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, નવસારીથી આગળ વધી નર્મદા, ભરૂચ સુધી ચોમાસું પહોંચ્યું છે. તો છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના 25 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Next Video