Monsoon 2023: રાજ્યમાં ચોમાસાના વિદાયની શરૂઆત, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્, જુઓ Video

| Edited By: | Updated on: Sep 26, 2023 | 10:12 PM

રાજ્યમાં આ વરસે ચોમાસુ સારુ રહ્યુ છે અને જેને લઈ રાજ્યના અનેક ડેમ જળાશયો છલકાયા હતા. જોકે ચોમાસા પહેલાથી જ વરસાદની શરુઆત અને વચ્ચે જુલાઈ અને ઓગષ્ટ મહિનામાં વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતોની ચિંતા વધી હતી. જોકે સપ્ટેમ્બર મધ્યમાં વરસાદનુ જોર વધવા લાગ્યુ હતુ અને નર્મદા, કડાણા અને ઉકાઈ સહિતના ડેમ છલકાઈ જવા પામ્યા હતા. હવે જોકે રાજ્યમાં આગામી સપ્તાહમાં માત્ર છૂટો છવાયો જ વરસાદ વરસી શકે છે. આ દરમિયાન વરસાદનુ જોર હવે ધીમુ રહેશે.

આ પણ વાંચોઃ ડુંગરપુર-હિંમતનગર રેલવે ટ્રેનમાં પોલીસ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાયુ, રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વની કાર્યવાહી

ચોમાસુ હવે રાજ્યમાંથી વિદાય લઈ શકે છે. હવે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નહિવત છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. જે રીતે હાલમાં વરસાદને લઈ આગાહી છે, તે મુજબ હવે આગામી સપ્તાહ બાદ ચોમાસુ વિદાય લઈ શકે છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ઝાપટાં રુપે વરસી શકે છે, ત્યાર બાદ ચોમાસુ વિદાય લેશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 26, 2023 10:11 PM