Weather : રાજ્યમાં ચોમાસાએ (Monsoon 2023) વિદાય લીધી હોવાની હવામાન વિભાગે (Meteorological department) જાહેરાત કરી દીધી છે. આગામી 5 દિવસ વરસાદની (Rain) કોઈ સિસ્ટમ બનવાની શક્યતા નહીંવત છે. ત્યારે ચોમાસાની વિદાય સાથે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થશે.ઓક્ટોબર અને નવેમ્બર મહિનમાં બેવડી ઋતુનો અહેસાસ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ પણ વાંચો- Ahmedabad : લૉ ગાર્ડન વિસ્તારના બજારમાં નવરાત્રીની ખરીદીની જામી ધૂમ, જુઓ PHOTOS
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બપોરે ગરમી અને સવાર-સાંજ ઠંડીનો અનુભવ થશે. સાથે જ આગામી 5 દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીંવત છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદની શક્યતા નથી. મોટાભાગના શહેરોમાં 35થી 36 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. મેચ અને નવરાત્રી દરમિયાન વરસાદ વિધ્ન નહીં બને.
મહત્વનું છે કે આ વર્ષે ચોમાસામાં 16 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. 23 તાલુકામાં 69 ટકા સુધી વરસાદ પડયો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભરપૂર મહેર રહેશે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 7 ટકા ઓછો વરસાદ વરસશે. અમદાવાદમાં સીઝનનો 98 ટકા વરસાદ પડયો છે. જૂન-જૂલાઈમાં ભારે વરસાદ પછી ઓગસ્ટ કોરોધાકર રહ્યો હતો.