Monsoon 2023: અમદાવાદમાં ભારે વરસાદથી વસ્ત્રાલની સોસાયટીઓમાં ભરાયા ઘૂંટણસમા પાણી, જુઓ Video
અમદાવાદમાં ભારે વરસાદને કારણે વસ્ત્રાલ વિસ્તારના હાલ બેહાલ થઈ ગયા છે. વરસાદ બંધ થયાને કલાકો વીતી ગયા હોવા છતાં હજુ પણ પાણી ઓસર્યા નથી. જેના કારણે વસ્ત્રાલ વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાઇ ગયો છે.
Ahmedabad Rain : અમદાવાદમાં ભારે વરસાદને કારણે વસ્ત્રાલ વિસ્તારના હાલ બેહાલ થઇ ગયા છે. વરસાદ બંધ થયાને કલાકો વીતી ગયા હોવા છતાં હજુ પણ પાણી ઓસર્યા નથી. જેના કારણે વસ્ત્રાલ વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાઇ ગયો છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડે છે.
આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે આવશે ગુજરાત, સંસદીય મત ક્ષેત્રના સહકારી કાર્યક્રમોમાં આપશે હાજરી
જેના કારણે વસ્ત્રાલના રહીશોની હાલત કફોડી બની ગઈ છે. વસ્ત્રાલની સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાથી અહીંના રહીશો ઘરની બહાર પણ નીકળી ન શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રોષ વ્યક્ત કર્યો છે.
પાણીના ભારે પ્રવાહથી કોઝવે ધરાશાયી
બીજી તરફ જૂનાગઢમાં ભારે વરસાદ વરસતા પાણીના ભારે પ્રવાહથી કોઝવે ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીકના દિવરાણા ગામમાં ભારે વરસાદ ખાબક્તા સાબલી અને ઓઝત નદીના પાણી ફરી વળતા કોઝવે ધરાશાયી થયો છે. જેના કારણે વાહનવ્યવહાર ઠપ થવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.