Girsomnath: ભારે વરસાદથી સુત્રાપાડા જળબંબાકાર, ડ્રોન કેમેરામાં કેદ થયા દ્રશ્યો, જુઓ Video

Girsomnath: ભારે વરસાદથી સુત્રાપાડા જળબંબાકાર, ડ્રોન કેમેરામાં કેદ થયા દ્રશ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 19, 2023 | 7:17 PM

ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ વરસ્યો મહત્વનુ છે કે વરસાદ વચ્ચે સુત્રાપાડા શહેરના આકાશી દ્રશ્ય સામે આવ્યા છે. આકાશી ઉંચાઈએથી લીધેલા દ્રશ્યોની અંદર જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર પાણી જ દેખાઈ રહ્યુ છે.

Heavy Rain In Gujarat: ગીર સોમનાથ – સુત્રાપાડામાં અવિરત વરસાદને કારણે ચારે તરફ પાણી ફરી વળ્યા. વરસાદ બાદ સુત્રાપાડા શહેરના આકાશી દ્રશ્ય સામે આવ્યા છે. આકાશી ઉંચાઈએથી લીધેલા દ્રશ્યોની અંદર જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર પાણી જ દેખાઈ રહ્યુ છે, ચોમાસામાં વરસાદની ધમાકેદાર બેટિંગનું આ પરિણામ સામે આવ્યું છે. મહત્વનુ છે કે છ કલાક વરસાદ વરસ્યો જેની અસર હજુ પણ સુત્રાપાડા શહેરની આસપાસ પાણી ભરાયેલા છે.

આ પણ વાંચો : ભાવનગર શહેરમાં 4 ઇંચ વરસાદમાં જનજીવન અસ્તવ્યસ્ત, ઘરોમાં ભરાયા પાણી, જુઓ Video

મેઘરાજાના ત્રીજા રાઉન્ડે આજે ગીર સોમનાથને પણ ઘમરોળી દીધું. વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા, તમામ તાલુકાઓ પર મેઘરાજા જાણે કહેર બનીને વરસ્યા. સૂત્રાપાડામાં એક જ રાતમાં રેકોર્ડ બ્રેક 22 ઈંચ વરસાદ ખાબક્યો.

વરસાદ આવશે તેવી જાણકારી તો લોકોને હતી. પણ, વરસાદ આમ આફતની જેમ વરસશે તેવું તો લોકોએ સ્વપ્નેય ન હતું વિચાર્યું. ગીર સોમનાથની આકાશી આફતના દૃશ્યો એવાં છે કે ભલભલાંને ગભરાવી દે.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.