Monsoon 2023: તાપીના વાલોડમાં વરસ્યો ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા, જુઓ Video
રાજ્યમાં ચોમાસું બરાબરનું જામી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપીના વાલોડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે.તાપીના પાદરા ફળિયા, નુરી ફળિયા સહિતના વિસ્તારોના ઘરોમાં પણ પાણી ભરાયા છે.
Tapi Rain : રાજ્યમાં ચોમાસું બરાબરનું જામી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપીના વાલોડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તાપીના પાદરા ફળિયા, નુરી ફળિયા સહિતના વિસ્તારોના ઘરોમાં પણ પાણી ભરાયા છે. ઘરમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. રાત્રી દરમિયાન ઘરોમાં પાણી ઘુસતા લોકોને મુશ્કેલીનો સામનો કર્યો છે.
આ પણ વાંચો : Tapi : જિલ્લો છેવાડાનો પણ શોખ અવ્વલ ! વ્યારાના યુવાન પાસે વિન્ટેજ સાઇકલથી લઈને લેટેસ્ટ સાઇકલ સુધીનું કલેક્શન
વલસાડમાં અનેક વિસ્તારોમાં ભરાયા
તો બીજી તરફ વલસાડ શહેરમાં પણ બે કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં દાણા બજાર, મોગરવાડી અંડરબ્રિજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત વલસાડના છીપવાડ હનુમાન મંદિર, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયુ છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો