Gujarati Video: અમદાવાદમાં મધ્યરાત્રિથી વરસાદી માહોલ, વાસણા બેરેજના બે ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યાં અમદાવાદમાં પણ મધ્યરાત્રિથી વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદમાં સૌથી વધારે મધ્યઝોનમાં 1.05 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે. ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.તો આ તરફ દક્ષિણ ઝોનમાં ઇંચ વરસાદ પોણો ઇંચ વરસાદ પડ્યો છે.
Ahmedabad Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યાં અમદાવાદમાં પણ મધ્યરાત્રિથી વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદમાં સૌથી વધારે મધ્યઝોનમાં 1.05 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે. ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad: IIM બ્રિજ પાસે થયેલી 25 લાખની લૂંટ મામલે ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા, લૂંટમાં સામેલ મહિલા આરોપીની ધરપકડ
તો આ તરફ દક્ષિણ ઝોનમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જો વાત અમદાવાદના ઉત્તર અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો ત્યાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. તો પૂર્વ અમદાવાદમાં 0.6 ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં વરસાદના પગલે વાસણા બેરેજના બે ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદમાં 12 ઇંચથી વધુ વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો છોટાઉદેપુર, નર્મદામાં ભારેથી અતિભારેની વરસાદની આગાહી કરી છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં જેમ કે સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો