Gujarat Rain : અમરેલીના વડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં છ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમરેલીના નાજાપુર, તોરી, રામપુર અને ખાખરિયા સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને કારણે અનેક નદી નાળા છલકાયા છે.
આ પણ વાંચો : Amreli : Cyclone Biparjoy ના લીધે કોવાયા ગામે બાગાયતી પાકને ભારે નુકસાન
સતત વરસી રહેલા વરસાદને કારણે સુરવો ડેમમાં 12 કલાકમાં 12 ફૂટ નવા નીરની આવક થઈ છે. ડેમમાં સતત પાણીની આવકને પગલે હાલ ડેમની સપાટી 15.5 ફૂટ ભરાયો છે તો બીજી તરફ સતત પાણીની આવકને પગલે તંત્રએ સાવચેતીના ભાગે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે. ડેમની આસપાસના વડિયા અને ચારણીયા સહિતના ગામને અલર્ટ કરવામાં આવ્યા છે તો આ તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી 26 તાલુકામાં 4થી 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો