Monsoon 2023: અમરેલીમાં ભારે વરસાદ, જળાશયોમાં આવ્યા નવા નીર, ધારીમાં ઝર અને મોરસુપડા ડેમ ઓવરફ્લો

| Edited By: | Updated on: Jul 01, 2023 | 11:45 PM

Amreli:અમરેલીમાં ભારે વરસાદ બાદ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ધારીમાં ઝર અને મોરસુપડા ડેમ ઓવરફ્લો થતા પાણી ચલાલા ગામમાં ફરી વળ્યા છે. બગસરામાં મુંજિયાસર ડેમ, વડિયાનો સુરવો ડેમ છલોછલ થયો છે.

Amreli: અમરેલી જિલ્લાના મોટાભાગના જ ળાશયોમાં નવા નીરની આવક થઈ છે. બગસરાનો મુંજીયાસર ડેમ અને વડીયાનો સુરવો ડેમ છલકાયો છે. આ તરફ ભારે વરસાદને પગલે લીલીયા નજીક પસાર થતી તમામ ટ્રેન રદ કરી દેવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા થોજા દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે, જેથી અનેક માર્ગો પણ બંધ થયા છે. બગસરા પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા બગસરા-અમરેલી બાયપાસ રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. તેમજ મુંજીયાસર ડેમ ઓવરફ્લો થવાના કારણે સાતલડી નદી ગાંડીતૂર બની હતી. ત્યારે નદીમાં એક ટ્રક ફસાઈ ગયો હતો જોકે, ક્રેઇન દ્વારા ટ્રકને બહાર કાઢી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Monsoon 2023: અમરેલીના વડિયા પંથકમાં મુશળધાર વરસાદ, સુરવો ડેમની જળસપાટી વધતા આસપાસના ગામને કરાયા એલર્ટ, જુઓ Video

જાબાળ ગામમાં સુરજવડી નદી બે કાંઠે વહેતા લોકોનું સ્થાળાંતર કરવામાં આવી રહ્યું છે. તેમજ ગામમાં બે મકાન ધરાશાયી થયા છે. ધારી ગીર પંથકના ગામડાઓમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ગામડાઓમાં બારે મેઘ ખાંગા થયા છે. જેથી ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. ધારીના વાવડી ગામનું સ્થાનિક બસ સ્ટેન્ડ ધરાશાયી થયુ હતું.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો