Monsoon 2023: વલસાડમાં સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા, જેસીબી મશીનથી પાણીના નિકાલનો કરાયો પ્રયાસ, જુઓ Video

|

Jul 02, 2023 | 10:38 AM

હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર વલસાડમાં ધોધમાર વરસાદને પગલે સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા છે. વલસાડ સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે.

Monsoon 2023 : હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર વલસાડમાં ધોધમાર વરસાદને પગલે સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા છે. વલસાડ સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદી પાણી ભરાતા હાઇવે પર જેસીબી મશીનથી વરસાદી પાણીના નિકાલનો પ્રયાસ કરાયો છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો : Rain Breaking : 20થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં થશે ચોમાસાનું આગમન, આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ,જૂઓ Video

રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં તારાજી

તો આ તરફ રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં તારાજી સર્જી છે. રાજકોટ જિલ્લાના ગઢાળા ગામે આવેલો કોઝવે ધોવાયો છે. કોઝવે ધોવાતા ઉપલેટાથી ગઢાળા ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે જેના કારણે વાહનવ્યવહાર ઠપ થયો છે. આ સાથે જ મોજ ડેમ ઓવરફ્લો થતા 28 દરવાજા ખોલાયા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video