Monsoon 2023: નવસારીમાં વરસાદની ધોધમાર બેટિંગ, નદીના જળસ્તર વધતાં એલર્ટ, જુઓ Video
નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ધીમી ધારે વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છે. નવસારી જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 12 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.
Monsoon 2023 : નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ધીમી ધારે વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છે. નવસારી જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 12 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લાની લોકમાતાઓ ગણાતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં નવા નીર આવવાની શરૂઆત થઈ છે.
આ પણ વાંચો : NAVASARI : આજે પારસીઓનું જમશેદી નવરોઝ, કેમ પારસી સમાજની ઘટી રહી છે વસ્તી ?
હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. જેને પગલે નવસારી જિલ્લામાં એક NDRFની ટીમ સાવધાનીના ભાગરૂપે તૈનાત કરવામાં આવી છે અને સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જેનાથી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં જળ સપાટી વધે તો સાવધાની રાખી શકાય. હવામાનની આગાહીના પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ મોડ પર મુકાઈ ગયું છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો