Monsoon 2023 : ખેડાના નડિયાદમાં ભારે વરસાદ, વરસાદી પાણીમાં કાર ફસાઈ, જુઓ Video

|

Jul 06, 2023 | 9:47 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો છે. ખેડાના નજિયાદમાં ભારે વરસાદ વરસતા પાણીમાં કાર ફસાઈ હતી. નડિયાદના શ્રેયસ ગરનાળામાં કારમાં સવાર એક વ્યક્તિ પાણીમાં ફસાયો હતો.

Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો છે. ખેડાના નડિયાદમાં ભારે વરસાદ વરસતા પાણીમાં કાર ફસાઈ હતી. નડિયાદના શ્રેયસ ગરનાળામાં કારમાં સવાર એક વ્યક્તિ પાણીમાં ફસાયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કારમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું છે.

આ પણ વાંચો :Rain Breaking : ગુજરાતમાં 24 કલાકમાં 125 તાલુકામાં થઇ મેઘમહેર, સૌથી વધુ વલસાડના ઉમરગામ તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ, જૂઓ Video

ફાયરબ્રિગેડની ટીમે દોરડાની મદદથી પાણીમાં ફસાયેલી કારને બહાર છે. તો હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ 7 જુલાઈના રોજ અમરેલી,ભાવનગર અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ તરફ રાજકોટ,જૂનાગઢ, નર્મદા,તાપી, ડાંગ,ગીર સોમનાથ, અમદાવાદ,વડોદરા, છોટા ઉદેપુરમાં યેલો એલર્ટ આપવામાં આવ્યુ છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત,નવસારી,દમણ અને વલસાડ માં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video