ભાવનગર શહેરમાં 4 ઇંચ વરસાદમાં જનજીવન અસ્તવ્યસ્ત, ઘરોમાં ભરાયા પાણી, જુઓ Video

ભાવનગર શહેરમાં 4 ઇંચ વરસાદમાં જનજીવન અસ્તવ્યસ્ત, ઘરોમાં ભરાયા પાણી, જુઓ Video

| Edited By: | Updated on: Jul 19, 2023 | 6:30 PM

ભાવનગર શહેર અને જીલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં 4 ઇંચ વરસાદ ખાબકતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કુંભારવાડા સહિતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. 

Gujarat Rain: ભાવનગર શહેરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભાવનગર શહેરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ચિત્રા, માર્કેટિંગ યાર્ડ, કાળિયાબીડમાં પાણી ભરાયા છે. મેઈન બજાર, જશુનાથ ચોક, શાક માર્કેટમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. કુંભારવાડા સહિતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા.

આ પણ વાંચો  : અમદાવાદમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે વાસણા બેરેજના ચાર દરવાજા સાડા ત્રણ ફૂટ સુધી ખોલાયા, જુઓ Video

બીજી તરફા ભાવનગર જિલ્લાના બોર તળાવ વિસ્તારમાં આવેલ પૂજા નગરમાં વરસાદી પાણી ભરાયા હતા. મનપા કમિશનર, મેયર તેમજ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા શરૂ કરાઇ છે. આ સાથે શહેરના વિઠ્ઠલવાડી ત્રણ માળિયા વિસ્તારનાં ઘરોમાં વરસાદનાં પાણી ભરાયા છે. દરેક બ્લોકમાં વરસાદી પાણી ભરાતા લોકોની ઘરવખરી પલળી હતી.

ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.