Monsoon 2023 : છેલ્લા રાઉન્ડમાં મેઘરાજા બતાવશે ‘તોફાની’ અંદાજ, તેજ પવન સાથે વરસાદની આગાહી, જુઓ Video

|

Sep 25, 2023 | 9:41 AM

સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજા ગુજરાત પર ઓળઘોળ થયા છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદની સદી ફટકાર્યા બાદ હવે છેલ્લા રાઉન્ડમાં પણ મેઘરાજા આક્રમક રીતે વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતથી લઇને મધ્ય ગુજરાતમાં મૂશળધાર મહેર વરસી રહી છે. બનાસકાંઠા-સાબરકાંઠામાં આજે ભારે વરસાદની આગાહી છે. મહેસાણા, પાટણ, અરવલ્લીમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.ઝડપી પવન સાથે હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

Rain Update : રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે. હજુ પણ આગામી કલાકોમાં મૂશળધાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ (Meteorological Department)  દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે અને આ સીઝનમાં 100 ટકા કરતા વધુ વરસાદ થઇ ગયો છે. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે મેઘરાજા અંતિમ રાઉન્ડમાં આક્રમક મુડમાં છે.

આ પણ વાંચો-Rajkot : વોકળાનો સ્લેબ તૂટવાની ઘટનામાં મોટો ખુલાસો, ભારે મશીનરી મુકવાને પગલે સ્લેબ તૂટ્યો હોવાનું અનુમાન, જુઓ Video

સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજા ગુજરાત પર ઓળઘોળ થયા છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદની સદી ફટકાર્યા બાદ હવે છેલ્લા રાઉન્ડમાં પણ મેઘરાજા આક્રમક રીતે વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતથી લઇને મધ્ય ગુજરાતમાં મૂશળધાર મહેર વરસી રહી છે. બનાસકાંઠા-સાબરકાંઠામાં આજે ભારે વરસાદની આગાહી છે. મહેસાણા, પાટણ, અરવલ્લીમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.ઝડપી પવન સાથે હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે. આગામી 4 દિવસ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 2.5 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 168 ટકાથી વરસાદ વરસી ગયો છે.

રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તેને પગલે રાજ્યના અનેક પંથકમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય હતી. ચુડામાં રાત્રે માત્ર બે કલાકમાં જ ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે પંથકમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. તો બીજી તરફ વલસાડ, બોટાદ અને નવસારીમાં પણ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video