Rain Update : આજે જો તમે બહાર જવાનું વિચારી રહ્યા હોવ તો ચેતી જજો. આજે કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળજો. કારણકે હવામાન વિભાગે (Meteorological department) ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. એટલુ જ નહીં કેટલાક વિસ્તારોમાં તો રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. માત્ર આજનો જ દિવસ નહીં, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે.
રાજ્યમાં આજથી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના શહેરોમાં પણ વરસાદનું જોર રહેશે. આજે અમદાવાદમાં ભારે વરસાદ વરસી શકે છે. તો ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે.
આજે ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કર્યું છે. દ્વારકામાં આજે વરસાદી સ્થિતિને જોતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.આ સાથે આજે અમદાવાદમાં મધ્યમ વરસાદ રહેશે જ્યારે અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સાથે જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત સહિત રાજકોટ, જૂનાગઢ,ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો