Gujarat Weather Forecast : હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમા ભારે વરસાદ ( Gujarat Rain ) વરસી રહ્યો હતો. તેવામાં આજે બુધવારે આણંદ, બનાસકાંઠા, અમદાવાદ, ગીરસોમનાથ,ગાંધીનગર, ખેડા, મહેસાણા અને પંચમહાલમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો ભાવનગર, બોટાદ,દેવભૂમિ દ્વારકા,જામનગર,જૂનાગઢ, પાટણ, પોરબંદર અને સુરતમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
આ પણ વાંચો : Gujarati Video : ભારે વરસાદ બાદ મહીસાગર જિલ્લાના રોડ-રસ્તા તૂટયા, સ્થાનિકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર
બીજી તરફ અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, નવસારી અને રાજકોટમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો ડાંગ અને સાબરકાંઠામાં 27 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં છુટો છવાયો વરસાદ વરસવાની સંભાવના છે. તો સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મુશળધાર વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઇ છે. જો કે ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને માર્ગો પર પાણી ફરી વળતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો