Gujarat Weather Forecast : આજે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં અમરેલી, આણંદ, દાહોદ, ડાંગ, જામનગર, ખેડા, મહેસાણા, રાજકોટ, સુરત સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
Gujarat Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે અમદાવાદ સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. ત્યારે આજે રાજ્યમાં અમરેલી, આણંદ, દાહોદ, ડાંગ, જામનગર, ખેડા, મહેસાણા, રાજકોટ, સુરત સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, નર્મદા, પોરબંદર, પાટણ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની સંભાવના, જુઓ Video
તો આ તરફ પંચમહાલ, મોરબી, જુનાગઢ, મહીસાગર,ભરુચ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો આ તરફ બોટાદમાં 27 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો બીજી તરફ વલસાડ, સાબરકાંઠામાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.
આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત છે. હવામાન વિભાગ અનુસાર બે દિવસો છૂટોછવાયો વરસાદ રહેશે. બે દિવસ પછી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી અને ભરૂચમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
આ તરફ ભાવનગર, અમરેલી અને બોટાદમાં પણ વરસાદ રહે તેવી સંભાવના છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે 17 જુલાઈએ વરસાદનું જોર વધશે. મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો