Gujarat Weather Forecast: આજે જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના, જુઓ Video

|

Aug 18, 2023 | 7:21 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં હળવા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આગામી 24 કલાકમાં રાજ્યના મોટા ભાગમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે.

Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં હળવા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આગામી 24 કલાકમાં રાજ્યના મોટા ભાગમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. આજે ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Monsoon 2023 Video : ગુજરાતમાં વરસાદી આફતના કારણે એક જ સપ્તાહમાં 28 લોકોનાં મોત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં મોટા પાયે નુકસાન

તો આ તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, દાહોદ, ડાંગ, વલસાડમાં વરસાદ વરસે તેવી શક્યતા છે. તો જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં વરસાદની શકયતા છે. તેમજ અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશમાં વરસાદ હોવાથી વરસાદની સિસ્ટમ બને તેવી સંભાવના છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, નર્મદા, નવસારી, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ બાજુ દાહોદ, ગીર સોમનાથ, જુનાગઢ, મહેસાણા, પંચમહાલ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમદાવાદ, બનાસકાંઠા, ભરુચ, જામનગર, મોરબીમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video