Gujarat Weather Forecast: આજે સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના, જુઓ Video

Gujarat Weather Forecast: આજે સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના, જુઓ Video

| Edited By: | Updated on: Aug 12, 2023 | 8:12 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Weather Forecast:  હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Monsoon 2023 Video : ગુજરાતમાં વરસાદી આફતના કારણે એક જ સપ્તાહમાં 28 લોકોનાં મોત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં મોટા પાયે નુકસાન

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, અમરેલી, આણંદ, બનાસકાંઠા, બોટાદ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, મહેસાણા, સુરત, વલસાડ સહિતના અનેક જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ ભરુચ, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, મહીસાગર, નર્મદા, પંચમહાલ, પાટણ, સાહરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ જામનગર, ખેડા, મોરબી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો