Gujarat Weather Forecast : આજે ગાંધીનગર અને અમદાવાદમાં હળવો વરસાદ વરસે તેવી સંભાવના, જુઓ Video

|

Aug 05, 2023 | 7:53 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે સામાન્ય વરસાદની વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat rain : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે સામાન્ય વરસાદની વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ કચ્છ અને સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ વરસે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના, જુઓ Video

તો આ તરફ છત્તીસગઢ તરફ ડિપ્રેશન બન્યું હોવાથી સામાન્ય વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આ તરફ ગાંધીનગર અને અમદાવાદમાં છુટોછવાયો વરસાદ રહે તેવી શક્યતા છે. તો ભારે પવન અને વરસાદને કારણે આગામી 4 દિવસ ફિશરમેન દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગ અનુસાર આજે અમદાવાદ, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર,ખેડા, મહેસાણા, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ મોરબી, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. ગાંધીનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ અમરેલી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, દાહોદ, ડાંગ, ગીર સોમનાથ સહિત અનેક જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video