Kutch : હમીરસર તળાવના બ્યુટીફીકેશન પાછળ લાખોનો ખર્ચ, છતાં કામ ન થતા સ્થાનિકોમાં રોષ

Kutch : હમીરસર તળાવના બ્યુટીફીકેશન પાછળ લાખોનો ખર્ચ, છતાં કામ ન થતા સ્થાનિકોમાં રોષ

| Edited By: | Updated on: Jan 12, 2023 | 9:16 AM

હમીરસર તળાવની આસપાસ શ્રમજીવી અને ભિક્ષુકો ગેરકાયદે અંડિગો જમાવીને બેઠા છે. નાસ્તાની લારીઓ, ફેરીયા અને શ્રમજીવીઓએ અડીંગો જમાવતા સ્થાનિકો તળાવનો કોઇ લાભ લઇ શકતા નથી.

કચ્છના ભુજમાં હમીરસર બ્યુટીફીકેશનના નામે પાલિકા એક તરફ લાખો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ બીજી તરફ હમીરસર તળાવની આસપાસ ફૂટપાથ પર ગેરકાયદે દબાણ જોવા મળી રહ્યું છે. તળાવની આસપાસ શ્રમજીવી અને ભિક્ષુકો ગેરકાયદે અંડિગો જમાવીને બેઠા છે. નાસ્તાની લારીઓ, ફેરીયા અને શ્રમજીવીઓએ અડીંગો જમાવતા સ્થાનિકો તળાવનો કોઇ લાભ લઇ શકતા નથી. બીજી તરફ સફાઇ અને અન્ય વ્યવસ્થાનો પણ તળાવ કિનારે અભાવ જોવા મળ્યો હતો.

સ્થાનિકોએ પાલિકાને યોગ્ય જાળવણીની માગ કરી

સ્થાનિકો સહિત વિપક્ષે પણ આ સમસ્યાથી છૂટકારો મેળવવા તંત્રને અનેકવાર રજૂઆત કરી છે પરંતુ તેમ છતાં પણ સ્થિતિ હજુ ઠેરની ઠેર જ છે. પાલિકાએ અગાઉ આ મામલે સ્વીકાર કર્યો હતો કે અસામાજીક તત્વો અને અન્ય લોકોના કબ્જાથી સ્થાનિકો પૂરતો લાભ લઈ શકતા નથી. જેથી સ્થાનિકોએ પાલિકાને યોગ્ય જાળવણીની માગ કરી હતી.

Published on: Jan 12, 2023 08:16 AM