Corona: ફોનમાં જ મળી જશે હોસ્પિટલ, બેડ અને દવાની જાણકારી, આરોગ્ય કમિશનરે TV9 ને આપી આ ખાસ માહિતી

|

Dec 31, 2021 | 11:36 AM

રાજ્યમાં કોરોના તથા ઓમિક્રોનના વધતા કેસ સામે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આ વિશે આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ tv9 સાથે કરી ખાસ વાતચીત કરી.

કોરોનાની ત્રીજીલહેરના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે બીજીલહેર જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે રાજ્યના આરોગ્ય તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. હાલમાં અન્ય મેડિકલ સેવાઓ ન ખોરવાય તે માટે બેડની વ્યવસ્થા મર્યાદિત રાખવામાં આવી છે પણ જરૂર પડ્યે બેડની વ્યવસ્થા માટે હોસ્પિટલોની યાદી બનાવી રાખવામાં આવી છે. આ સાથે જ હોસ્પિટલની સેવાઓ અંગે લોકોને માહિતી મળી રહે તે માટે એક મોબાઈલ એઓ તૈયાર કરવામાં આવી રહી છે.

લોન્ચ કરવામાં આવ્યું પોર્ટલ અને એપ

તો સાથે જ રાજ્ય સરકારે એક એપ બનાવી છે. આ એપ પર કોવિડને લગતી તમામ વિગતો મળી રહેશે. એપ પર કઈ હોસ્પિટલમાં કેટલા બેડ છે? કેટલા વેન્ટિલેટર બેડ છે? કેટલા ઓક્સિજન બેડ છે? તેની જાણકારી મળી રહેશે. લોકોને પોતાના ઘરની નજીકની હોસ્પિટલની માહિતી સરળતાથી મળી રહેશે. એટલું જ નહીં ઈમર્જન્સીમાં જરૂર પડે તો 1100 અને 104 હેલ્પલાઈન નંબર પર કોલ કરીને જાણકારી મેળવી શકાશે.

આરોગ્ય કમિશનરએ શું જણાવ્યું?

આરોગ્ય તંત્રનો દાવો છે કે આ વખતે દવાઓની કાળાબજારી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સમાગ્ર મુદ્દે આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ tv9 સાથે ખાસ વાતચીત કરી છે. જેમાં તેમણે માહિતી આપી કે આરોગ્ય વિભાગ દ્વારા જે એપ બનાવવામાં આવી છે. તે મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવી. આ સાથે જ એક પોર્ટલ પણ લોન્ચ કરવાની વાત તેમણે જણાવી છે.

એપમાં હશે આ સુવિધા

www.gujhealth.gujarat.gov.in અને www.germis.gujarat.gov.in પોર્ટલ પર દરેક માહિતી મળશે. તેમજ GERMIS નામની આ એપમાં બેડ, ઓક્સિજન, વેન્ટીલેટર, ટેસ્ટીંગ વગેરેની તમામ માહિતી આ એપ અને પોર્ટલમાં ઉપલબ્ધ રહેશે. આ એપ અને પોર્ટલમાં રાજ્યના તમામ જિલાની હોસ્પિટલની માહિતી ઉપલબ્ધ રહેશે. તો સંભવિત ત્રીજી લહેરને લઈને રાજ્ય સરકાર અગમચેતી દર્શાવી રહી છે.

 

આ પણ વાંચો: થિયેટરમાં બહારનું ફૂડ લઇ જઈ શકાય? જાણો શું કહે છે કાયદો, આ અંગે ક્યાં કરવી ફરિયાદ?

આ પણ વાંચો: ભાવનગરમાં રવિપાકનું ફુલ ગુલાબી ચિત્ર, જાણો આ વર્ષે વાવણીમાં કેમ જોવા મળ્યો છે નોંધપાત્ર વધારો?

Next Video