Vadodara: જાંબુઆ ડમ્પિંગ સાઈટને લઈને ધારાસભ્ય યોગેશે પટેલની ફરિયાદ, કચરો નાખવાનું બંધ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

Vadodara: જાંબુઆ ડમ્પિંગ સાઈટને લઈને ધારાસભ્ય યોગેશે પટેલની ફરિયાદ, કચરો નાખવાનું બંધ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 8:36 AM

યોગેશ પટેલે મીડિયા સમક્ષ કબૂલાત કરી કે માંજલપુરને મહાનગરપાલિકામાં યોગ્ય સ્થાન નથી મળ્યું. તેમણે જણાવ્યુ કે આજ દિન સુધી માંજલપુર વિસ્તારમાં ન તો મેયરે મુલાકાત લીધી છે, કે ન તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને.

વડોદરા (Vadodara)ના માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન યોગેશ પટેલે (Yogesh Patel) જાંબુઆ ડમ્પિંગ સાઈટ (Jambua Dumping Site) પર મનપા કચરો નાખવાનું બંધ નહીં કરે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ધારાસભ્ય યોગેશે પટેલે પોતાના મત વિસ્તારમાંથી ડમ્પિંગ સાઈટ હટાવવા સંકલન બેઠકમાં પણ રજૂઆત કરી હતી.

વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે જાંબુઆ ડમ્પિંગ સાઈટને લઈને અધિકારીઓનો ઉધડો લીધો હતો. ધારાસભ્ય યોગેશ પટેલે સંકલન બેઠકમાં મનપાના અધિકારીઓને ખખડાવ્યા હતા અને જાંબુઆ ડમ્પિંગ સાઈટ દ્વારા પોતાના મત વિસ્તારના લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની ધારાસભ્ય યોગેશે પટેલે ફરિયાદ કરી હતી. યોગેશ પટેલે સૂચન કર્યું છે કે મનપાએ ચારેય ઝોનમાં ડમ્પિંગ સાઈટ બનાવવી જોઈએ. જેથી ટ્રાન્સપોર્ટેશનનું ભારણ પણ ઘટાડી શકાય.

બીજી તરફ ધારાસભ્ય યોગેશ પટેલની સત્તા સામેની નારાજગી હોવાનું પણ સામે આવ્યુ. યોગેશ પટેલે મીડિયા સમક્ષ કબૂલાત કરી કે માંજલપુરને મહાનગરપાલિકામાં યોગ્ય સ્થાન નથી મળ્યું. તેમણે જણાવ્યુ કે આજ દિન સુધી માંજલપુર વિસ્તારમાં ન તો મેયરે મુલાકાત લીધી છે કે ન તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ધારાસભ્ય ભાજપ શાસિત મનપાના વહીવટ સામે સવાલો ઉઠાવી ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર વિકાસના નામે અધિકારીઓ પર તેમણે નિશાન સાધ્યુ છે. ત્યારે હવે જોવુ રહ્યુ કે ધારાસભ્ય યોગેશ પટેલની વાત તેમના જ પક્ષના શાસકો સાંભળે છે કે કેમ.

આ પણ વાંચો-Ahmedabad: નરોડામાં પોલીસ કર્મચારીઓ પર હુમલો કરનારા 6 આરોપીઓની ધરપકડ, હત્યાના પ્રયાસની કલમ દાખલ કરાઇ

આ પણ વાંચો- Dhandhuka: કિશન ભરવાડ કેસના હત્યારાઓને પોલીસ આજે ધંધુકા લાવશે, ધંધુકા, ભાવનગર અને તારાપુર આજે સજ્જડ બંધ પાળશે

 

g clip-path="url(#clip0_868_265)">