Surat: મહિલાઓની સુરક્ષા મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન, જુઓ Video

|

Jul 02, 2023 | 4:54 PM

સુરતમાં અધિકારી રાજ સામે ધારાસભ્યએ લાલ આંખ કરી છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સંકલન બેઠકમાં નારાજગી વ્યક્ત કરી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓની કામગીરીથી ધારાસભ્ય લાલઘૂમ થયા છે.

Surat: આરોગ્ય વિભાગના અધિકારીઓ યોગ્ય કામગીરી નથી કરતા, આ નારાજગી વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વ્યક્ત કરી છે. જિલ્લા સંકલનની બેઠકમાં કુમાર કાનાણીએ આરોગ્ય વિભાગના અધિકારી ઓપર બળાપો કાઢ્યો અને અધિકારીઓ કામગીરીનો અહેવાલ રજૂ ન કરતા હોવાની ફરિયાદ કરી. કાનાણીનો દાવો છે કે આરોગ્ય વિભાગના અધિકારીઓ સેમ્પલ નથી લેતા, લે છે તો રિપોર્ટ શું આવ્યો તે નથી કહેતા, એટલું જ નહીં નેગેટિવ સેમ્પલ આવે તો શું કાર્યવાહી કરવામાં આવી તે પણ નથી કહેતા.

આ પણ વાંચો  : સુરતના લાલગેટ વિસ્તારમાં વહેલી NIA નો દરોડો, એક 17 વર્ષિય કિશોરની કરાઈ પૂછપરછ

અધિકારીઓ બાદ ધારાસભ્યએ મહિલાઓની સુરક્ષાનો મુદ્દો પણ આગળ કર્યો. કુમાર કાનાણીનો દાવો છે કે શહેરી બસમાં મુસાફરી દરમિયાન મહિલાઓની છેડતી કરવામાં આવે છે અને બસમાં લુખ્ખાતત્વો અને ટપોરીઓનો ત્રાસ છે. આ સમસ્યામાંથી છૂટકારા માટે શહેરમાં મહિલાઓ માટે અલાયદી બસ શરૂ કરવાની પણ તેઓએ માગ કરી. એવું નથી કે પ્રથમવાર કુમાર કાનાણીએ પ્રજાલક્ષી મુદ્દાઓ ઉઠાવ્યા.

અગાઉ પ્રજાના પ્રશ્નોની વાત હોય કે પછી અધિકારીઓના કાન આંબડવાની વાત હોય, કાનાણી બેખૌફ થઇને પોતાની વાત અને રજૂઆત કરતા જોવા મળ્યા હતા. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે શું અધિકારીઓ ધારાસભ્યને ગાંઠતા નથી. શું પ્રજાના પ્રતિનિધિની વાત પણ અધિકારીઓ નથી સાંભળતા. જોવાનું એ રહે છે કે ધારાસભ્યની ફરિયાદ બાદ અધિકારીઓના પેટનું પાણી હલે છે કે કેમ.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video