Porbandar : ધારાસભ્ય કાંધલ જાડેજા ખેડૂતોની વ્હારે ! 13માં વર્ષે સ્વખર્ચે ડેમમાંથી છોડાવ્યું પાણી, જુઓ Video

| Edited By: | Updated on: Jan 12, 2025 | 12:31 PM

પોરબંદરમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ખેડૂતો માટે ફરી એકવાર ખેડૂતોના વ્હારે આવ્યા છે. તેઓએ સ્વખર્ચે સતત 13માં વર્ષે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાવ્યું છે. રાણા ખીરસરા ડેમમાંથી પાણી છોડાવવા કાંધલ જાડેજાએ સરકારમાં 1 લાખ 40 હજાર ભર્યા હતા.

પોરબંદરમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ખેડૂતો માટે ફરી એકવાર ખેડૂતોના વ્હારે આવ્યા છે. તેઓએ સ્વખર્ચે સતત 13માં વર્ષે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાવ્યું છે. રાણા ખીરસરા ડેમમાંથી પાણી છોડાવવા કાંધલ જાડેજાએ સરકારમાં 1 લાખ 40 હજાર ભર્યા હતા. પરંતુ ડેમ નજીકના વાળોત્રા ગામના કેટલાક લોકોએ વિરોધ નોંધાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જો કે પોલીસ અને તંત્રના પ્રયાસોથી સમાધાન થતા મોડી રાત્રે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું.

સમાધાન બાદ રાત્રે ડેમમાંથી છોડાયું પાણી

રાણા ખીરસરા ડેમની અંદરના ભાગે ખેડૂતો વિરોધ કરવા બેસી ગયા હતા. જેના કારણે ડેમના અધિકારીઓએ પોલીસને જાણ કરતા કાફલો દોડી આવ્યો હતો. વિરોધ કરનાર લોકો સાથે મીટિંગ કર્યા બાદ, સમજાવટથી મામલો થાળે પાડી ડેમમાંથી પાણી છોડતા 12થી વધુ ગામના ખેડૂતોની સિંચાઈની ચિંતા હળવી થઈ છે.

12થી વધુ ગામને મળશે સિંચાઈનો લાભ

આ અગાઉ સરકારમાંથી 60 MCFT પાણી છોડવાની મંજૂરી મળી હતી. પરંતુ વાળોત્રા ગામના ખેડૂતોએ રજૂઆત કરી હતી કે, ડેમનું પાણી છોડવાથી વાળોત્રા ગામને નુક્સાન થશે. પરંતુ અધિકારીઓ અને આગેવાનોની સમજાવટ બાદ વિરોધ કરનાર ખેડૂતોએ પાણી છોડવા સહમતી દર્શાવી હતી. આમ ધારાસભ્ય કાંધલ જાડેજાની મદદ અને તંત્રના પ્રયાસોના કારણે સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે. રવિપાકને પાણી મળતા સારા ઉત્પાદનની પણ આશા વ્યક્ત કરવામાં આવી છે.