MLA ગેનીબેન ઠાકોરનો બળાપો, કહ્યું-કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનારા સ્વાર્થી, અહીં પલ્લું ભારે થશે એટલે પાછા આવશે

|

Mar 05, 2024 | 4:54 PM

કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્ય અને આગેવાનો હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસને છોડીને અમરીશ ડેર અને અર્જૂન મોઢવાડીયા પણ કેસરીયા કરી ચૂક્યા છે. આ દરમિયાન બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યુ છે, કે સ્વાર્થમાં તેઓ ભાજપમાં જોડાય છે.

ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના નેતાઓને સ્વાર્થી હોવાનું ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગણાવ્યુ છે. તેઓએ કહ્યુ હતુ. ગેનીબેને કહ્યુ હતુ કે, સ્વાર્થી લોકો ભાજપમાં જોડાય છે. કોંગ્રેસનું પલ્લું ભારે થશે, ત્યારે તેઓ આ બાજુ આવશે એવુ નિવેદન પણ કર્યુ હતુ. સામ, દામ, દંડ અને ભેદની નીતિથી વશ થઈને ધારાસભ્ય અને આગેવાનો ભાજપમાં જોડાતા હોવાનું પણ ગણાવ્યુ હતુ.

આ પણ વાંચો: ઇડર-વડાલીમાં કરા સાથે વરસાદથી ખેતીમાં નુક્સાન, MLA રમણ વોરાએ CMને વળતર માટે પત્ર લખ્યો

કોંગ્રેસ છોડવા અંગેના સવાલને લઈ ગેનીબેન કહ્યુ હતુ, કે હું 20 વર્ષથી કહેતી આવી છું કે, હું કોંગ્રેસમાંજ રહેવાની છું. જીવીશ ત્યાં સુધી હું કોંગ્રેસમાં રહીશ એવું તેમણે ગણાવ્યુ હતુ. કોંગ્રેસમાં લાંબો સમય સુધી રહેવાનો રેકોર્ડ રહેશે. મંગળવારે કમલમ ખાતે અર્જૂન મોઢવાડીયા અને અંબરીષ ડેર ભાજપમાં સામેલમાં થયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:37 pm, Tue, 5 March 24

Next Video