Gujarati Video : રાજકોટમાં અશાંત ધારાના યોગ્ય અમલ માટે ધારાસભ્ય દર્શિતા શાહે CM અને ગૃહરાજ્ય પ્રધાનને લખ્યો પત્ર

|

Jun 06, 2023 | 8:19 AM

રાજકોટમાં અશાંતધારાના યોગ્ય અમલની માગ સાથે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતા શાહે પત્ર લખ્યો છે. ધારાસભ્ય દર્શિતા શાહે અશાંત ધારાના યોગ્ય અમલની માગ સાથે મુખ્યપ્રધાન અને ગૃહરાજ્ય પ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે.

Rajkot : રાજકોટમાં અશાંતધારાના યોગ્ય અમલની માગ સાથે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતા શાહે પત્ર લખ્યો છે. ધારાસભ્ય દર્શિતા શાહે અશાંત ધારાના યોગ્ય અમલની માગ સાથે મુખ્યપ્રધાન અને ગૃહરાજ્ય પ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે. વોર્ડ નંબર બેમાં અશાંતધારાનો યોગ્ય અમલ ન થતો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Rajkot: ધોરાજીની શાન એવી સફુરા નદીમાં પ્રદુષિત પાણી ઠલવાતું હોવાના દાવા, સામાજિક કાર્યકર અને યુવાનોએ નદીની કરી સફાઈ, જુઓ Video

એટલું જ નહીં જ્યારે ભાડે મકાન આપવામાં આવે ત્યારે ભાડૂઆતનો કરાર પણ કરવામાં ન આવતો હોવાનો આક્ષેપ છે. સાથે જ દર્શિતા શાહે અશાંતધારોનો ભંગ કરનાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.

વડોદરામાં અશાંત ધારાનો ભંગ થતા મહિલાઓમાં જોવા મળ્યો હતો રોષ

આ અગાઉ વડોદરાના સંવેદનશીલ ગણાતા નાગરવાડા વિસ્તારમાં અશાંત ધારાના કાયદાને નેવે મુકીને વૈષ્ણવ વણિક સમાજની વાડી લઘુમતિ સમાજને વેચી દેવાતા ભારે વિવાદ સર્જાયો હતો. નાગરવાડાના આંબળી ફળિયાના નાકા પર આવેલી ડભોઇ દશાલાડ જ્ઞાતિ સમસ્ત દશાલાડ ગૃહના સંચાલકોએ અશાંત ધારો લાગુ હોવા છતાં લઘુમતિ સમાજને વાડી વેચી દીધી હતી. 2.2 કરોડ રૂપિયામાં વણિક ગૃહનો સોદો કરવામાં આવ્યો હતો.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video