Surat Video: નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની વધુ એક પોલ ખુલી, UKની કેમ્બ્રિજ યુનિવર્સિટીની બોગસ ડિગ્રી બનાવી લીધા હતા સેમિનાર

Surat Video: નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની વધુ એક પોલ ખુલી, UKની કેમ્બ્રિજ યુનિવર્સિટીની બોગસ ડિગ્રી બનાવી લીધા હતા સેમિનાર

| Edited By: | Updated on: Sep 01, 2023 | 12:14 PM

સુરતના નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની વધુ એક પોલ ખુલ્લી છે. મિતુલ ત્રિવેદીએ UKની કેમ્બ્રિજ યુનિ.ની બોગસ ડિગ્રી બનાવી હતી. જે અંગે વધુ એક ખુલાસો થયો છે. સ્માર્ટફોનમાં જ બોગસ સર્ટિફિકેટ બનાવ્યું હોવાનો ખુલાસો થયો છે. SOGએ મોબાઇલ તપાસ માટે FSLમાં મોકલ્યો છે.મળતી માહિતી અનુસાર ફેબ્રુ-2015નું કેમ્બ્રિજ યુનિ.ની વેદાંત ડિગ્રીનું બોગસ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યુ હતુ.

Surat  : સુરતના નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની વધુ એક પોલ ખુલ્લી છે. મિતુલ ત્રિવેદીએ UKની કેમ્બ્રિજ યુનિ.ની બોગસ ડિગ્રી બનાવી હતી. જે અંગે વધુ એક ખુલાસો થયો છે. સ્માર્ટફોનમાં જ બોગસ સર્ટિફિકેટ બનાવ્યું હોવાનો ખુલાસો થયો છે. SOGએ મોબાઇલ તપાસ માટે FSLમાં મોકલ્યો છે.

આ પણ વાંચો : Surat: BRTS રુટ પર 5 લોકોને અડફેટે લેનાર કાર ચાલકને PASA હેઠળ જેલમાં મોકલાયો, દાખલારુપ કાર્યવાહી, જુઓ Video

મળતી માહિતી અનુસાર ફેબ્રુ-2015નું કેમ્બ્રિજ યુનિ.ની વેદાંત ડિગ્રીનું બોગસ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યુ હતુ. એટલુ જ નહી નકલી વૈજ્ઞાનિકે ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓના સેમિનાર પણ લીધા હતા. મિતુલ ત્રિવેદીએ જ્યાં જ્યાં સેમિનાર યોજ્યાં ત્યાં નોટિસ આપી તપાસ હાથ ધરી છે.

સુરતના નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સામે ગુનો નોંધાયો છે. મિતુલ ત્રિવેદી પોતાને નાસાનો વૈજ્ઞાનિક ગણાવતો હતો અને ચંદ્રયાનની ડિઝાઈન તૈયાર કર્યાનો દાવો પણ કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 468,471,419,420 મુજબ ગુનો નોંધ્યો છે. મિતુલ ત્રિવેદીની પોલીસે અટકાયત પણ કરી છે.મિતુલ ત્રિવેદી નામના એક વ્યક્તિએ ચંદ્રયાન 3 ની ડિઝાઈન બનાવી હોવાનો દાવો કર્યો હતો આ દાવો કરનાર નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીને સુરત પોલીસ કમિશ્નરનું તેડુ આવ્યુ હતું.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો