Ahmedabad: સિંધુ ભવન રોડ પર જાહેરમાં ફટાકડા ફોડનારા 9 નબીરા પોલીસ પિંજરે પૂરાયા

|

Oct 26, 2022 | 5:05 PM

સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સરખેજ પોલીસે 9 સ્ટંટબાજ આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં (Ahmedabad) દિવાળીની રાત્રે સિંધુ ભવન રોડ પર જાહેરમાં ફટાકડા ફોડનારા નબીરાઓ પર પોલીસે સકંજો કસ્યો છે. સરખેજ પોલીસે પોલીસે હર્ષદ ગરાંભા, યશવંત ગરાંભા, હિતેશ ઠાકોર, સાહિલ કુરેશી, અસદ મેમણ, સમીર શેખ તેમજ અન્ય 3 શખ્સો એમ કુલ 9 યુવકોની ધરપકડ કરી છે.સાથે જ ગુનામાં વપરાયેલ બે ગાડીઓ પણ કબજે કરવામાં આવી છે. બીજી તરફ બનાવ સમયે આરોપીઓએ નશાનું સેવન કર્યું હતું કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. તેમજ આરોપીઓની વિરુદ્ધ IPCની કલમ 308, 286, 279નો પણ ઉમેરો કરવામા આવ્યો છે.

વીડિયો વાયરલ થયા બાદ પોલીસ સફાળી જાગી

દિવાળીએ સિંધુ ભવન રોડ પર કેટલાક નબીરાઓએ કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકીને બેફામ બની જાહેર રસ્તા પર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ફટાકડા (crackers) ફોડી દહેશતનો માહોલ ઉભો કર્યો હતો. આ નબીરાઓ ચાલુ ગાડીએ, કાર ઉપર બેસીને તથા રોડ-રસ્તા ઉપર અવરોધ સર્જીને ફટાકડા ફોડ્યા હતા.

આ યુવકોએ આડેધડ અને બેફામપણે ફટાકડા પોડી સમગ્ર સિંધુ ભવન રોડને બાનમાં લીધો હતો. સોશિયલ મીડિયામાં (Social media) ફેમસ થવા તથા પોતાનો દબદબો બનાવવા યુવકોએ કાળા કલરની સ્કોર્પિયો કારમાં બેસીને ચાલુ ગાડીએ બારીમાંથી ઉભા રહીને ફટાકડા ફોડ્યા હતા. જેના કારણે રોડ પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકોના જીવ પર પણ જોખમ સર્જાયું હતું. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયા બાદ સરખેજ પોલીસે 6 સ્ટંટબાજ આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે રસ્તા પર ફટાકડા ફોડી આ તોફાની તત્વોએ લોકો જીવ સામે જોખમ સર્જ્યુ હતુ.

Published On - 4:20 pm, Wed, 26 October 22

Next Video