સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ સિવિલ હોસ્પિટલની મુલાકાતે સતત ત્રીજા દિવસે રાજ્ય સરકારના મંત્રીઓની અવરજવર ચાલુ રહી છે. અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યકક્ષા પ્રધાન ભીખુસિંહ પરમાર શનિવારે સવારે પહોંચ્યા હતા. સ્થાનિક હોવા છતાં સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત પહોંચ્યા છે. તેઓ મોડાસાના સ્થાનિક ધારાસભ્ય હોવા છતાં પણ મોડા પહોંચ્યા હતા અને ઝડપથી મુલાકાત કરીને નીકળી જતા આશ્ચર્ય સર્જાયું હતું.
પ્રધાન સ્થાનિક હોવા છતાં મોડા પહોંચવા દરમિયાન મીડિયાને પણ અજાણ રાખી ચૂપચાપ આવતા આશ્ચર્ય વધારે સર્જાયું હતુ. હિંમતનગર સિવિલમાં અત્યાર સુધીમાં 6 બાળકોના મોત નિપજ્યાં છે. જેમાંથી એક બાળક ચાંદીપુરા વાયરસ પોઝિટિવથી મોત નિપજ્યાંનું પુણેથી રિપોર્ટમાં સામે આવ્યું હતુ. આમ છતાં સ્થાનિક પ્રધાનની મુલાકાત મોડી થવાને લઈ આશ્ચર્ય સર્જાયું હતુ.
પ્રધાન ભીખુસિંહ પરમારે હિંમતનનગરના ધારાસભ્ય વીડી ઝાલાને સાથે રાખીને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બાળ દર્દીઓના પરિવારજનોને મળીને સારવાર અંગેની જાણકારી મેળવી હતી. સાથે જ તબીબો સાથે પણ ચર્ચા કરીને વિદાય લીધી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો