Ahmedabad: CNGના ભાવમાં વધારો થતાં રિક્ષા ચાલકોએ વધાર્યું ભાડું, જાણો હવે રિક્ષામાં સવારી કેટલી મોંઘી પડશે

Ahmedabad: CNGના ભાવમાં વધારો થતાં રિક્ષા ચાલકોએ વધાર્યું ભાડું, જાણો હવે રિક્ષામાં સવારી કેટલી મોંઘી પડશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 4:20 PM

રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે ભાડુ વધારવા અંગે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવ્યો નથી અને બીજી તરફ ગેસના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇ અમે ભાડુ વધાર્યું છે.

અમદાવાદીઓના માથે મોંઘવારીનો (inflation) વધુ એક માર પડ્યો છે. પેટ્રોલ અને ડીઝલ બાદ CNGના ભાવમાં પણ વધારો થયો છે. જેની સીધી અસર હવે રિક્ષાના ભાડા પર પડી છે. અમદાવાદ (Ahmedabad)માં રિક્ષાનું ભાડુ (rickshaw fare) વધી ગયુ છે. અમદાવાદમાં રિક્ષાનું મિનિમમ ભાડું 18થી વધારી 30 રૂપિયા થયુ છે તો રનિંગ ભાડું 13થી વધારી 15 રૂપિયા કરાયું છે. જેને લઇને રિક્ષામાં મુસાફરી કરનારા લોકો માટે હવે મુશ્કેલીઓ વધી શકે છે.

હવે અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકોના ખિસ્સા પર વધુ એક ભાર પડ્યો છે. રિક્ષામાં મુસાફરી કરતા લોકોએ વધુ ભાડુ ચૂકવવું પડશે. CNGના ભાવમાં વધારો થતાં રિક્ષા ચાલકોએ ભાડામાં વધારો કર્યો છે. ગેસ ભાવમાં સતત વધારાને કારણે ઓટો રિક્ષા વેલ્ફેર એસોસિએશને સ્વયંભૂ ભાડા વધારાનો નિર્ણય લીધો છે. રિક્ષાના મિનિમમ ભાડામાં 18 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યું છે તો રિક્ષાના રનિંગ ભાડામાં 13 રૂપિયાથી વધારીને 15 રૂપિયા કરવામાં આવ્યું છે.

રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે ભાડુ વધારવા અંગે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવ્યો નથી અને બીજી તરફ ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ અમે ભાડુ વધાર્યું છે. સાથે જ રિક્ષા ચાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી સરકાર કોઈ નિર્ણય નહીં લે ત્યાં સુધી વધારે ભાડું વસૂલવામાં આવશે.

આ પણ વાંચોઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો, પેટ્રોલ 103.08 અને ડિઝલ 97.35 રૂપિયે લીટર પર પહોંચ્યું

આ પણ વાંચોઃ Surat: આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી, હર્ષ સંઘવીએ કાફલો રોકીને યુવતીને સમજાવી પોલીસ સ્ટેશને મોકલી

g clip-path="url(#clip0_868_265)">