Junagadh: મુશળધાર વરસાદ બાદ બળોદરી નદીમાં આવ્યું ઘોડાપૂર, પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયું ટ્રેક્ટર, જુઓ VIDEO

|

Jul 06, 2022 | 8:28 AM

જૂનાગઢ જિલ્લાના કેશોદના પ્રાસલી ગામે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. 3 ઈંચ જેટલો વરસાદ પડતાં બળોદરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ઘોડાપૂરના ધસમસતા પ્રવાહમાં તણાયું મીની ટ્રેક્ટર તણાયું હતું.

Junagadh: જૂનાગઢ જિલ્લાના કેશોદના પ્રાસલી ગામે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. 3 ઈંચ જેટલો વરસાદ પડતાં બળોદરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ઘોડાપૂરના ધસમસતા પ્રવાહમાં તણાયું મીની ટ્રેક્ટર તણાયું હતું. પાણીના વહેણમાં પુલ પરથી ખેડૂત જીવના જોખમે પસાર થઈ રહ્યા હતા. પોતાનું ટ્રેક્ટર પાણીમાં તણાતા ખેડૂતે પાણીમાં કૂદકો માર્યો હતો. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મહત્વનું છે કે, આટલા પ્રવાહ વચ્ચે ખેડૂતનો આબાદ બચાવ થઈ ગયો છે.

બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકયો

જૂનાગઢ શહેરમાં ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં શહેર અને ગિરનાર જંગલમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકયો છે.ધોધમાર વરસાદના પગલે સોનરખ નદીમાં ભારે પૂર આવતા દામોદર કુંડ છલકાયો હતો.બીજી તરફ ગીરનાર પર્વત પર ઝરણા વહેતા થયા હતા. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ શહેરના ઝાંઝરડા રોડ, મધુરમ, ટીંબાવાડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. જેમાં વરસાદના પગલે ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું હતું.

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 6, 7, 8 અને 9 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જયારે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. તો ઉતર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે. અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, છોટાઉદેપુર, દાહોદમાં ભારે વરસાદની શકયતા છે. ભારેથી અતિભારે વરસાદની સાથે પવનની ગતિ તેજ રહેશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે.

Published On - 7:56 am, Wed, 6 July 22

Next Video