Panchmahal : ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત, જુઓ Video
રાજ્યમાં કેટલીક વખત ખનિજ માફિયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવે છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં ખાણ-ખનિજ વિભાગે ખનીજ માફિયાઓ સામે તવાઈ બોલાવી છે. જ્યાં અધિકારીઓએ કરોડો રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજ્યમાં કેટલીક વખત ખનિજ માફિયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવે છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં ખાણ-ખનિજ વિભાગે ખનીજ માફિયાઓ સામે તવાઈ બોલાવી છે. કાકણપુર, શહેરા,બાહી, કાલોલના છગનપુરા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદે ખનન કરવા બદલ ટ્રેક્ટર, JCB સહિત 7 વાહનો જપ્ત કર્યા છે. કુલ 1 કરોડ 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
છોટાઉદેપુરમાં ખનીજ વિભાગે 1.20 કરોડનો મુદ્દામાલ કર્યો હતો જપ્ત
બીજી તરફ છોટાઉદેપુરમાં ખાણ ખનીજ વિભાગે પણ કાર્યવાહી હાથ ધરી છે. રેત ખનીજના બિનઅધિકૃત ખનન સામે કાર્યવાહી હાથ ધરી હતી. વિવિધ વિસ્તારોમાં ખનન કરતા 2 ટ્રક અને 14 ટ્રેક્ટર ઝડપાયા છે. પાદરવાટ, ઓલીઆંબા, પાનવડ, સિહોદ, સીમલીયા સહિતના વિસ્તારોમાં ખનન થતું હતું.આશરે 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.સમગ્ર પંથકમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.