રાજકોટ વીડિયો : ગોંડલના ચોરડી ગામ પાસે દૂધ ભરેલું ટેન્કર પલટ્યું, લોકોએ વાસણમાં દૂધ ભરવા કરી દોડા -દોડી

રાજકોટ વીડિયો : ગોંડલના ચોરડી ગામ પાસે દૂધ ભરેલું ટેન્કર પલટ્યું, લોકોએ વાસણમાં દૂધ ભરવા કરી દોડા -દોડી

| Edited By: | Updated on: Jan 31, 2024 | 2:05 PM

રાજકોટના ગોંડલમાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે. ગોંડલના ચોરડી પાસે અચાનક દૂધ ભરેલું ટેન્કર પલટી જતા રસ્તા પર દૂધની નદીઓ વહી હતી. દૂધ ભરવા લોકો વાસણ લઈને દોડા -દોડ કરતા જોવા મળ્યા હતા.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે રાજકોટના ગોંડલમાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે. ગોંડલના ચોરડી પાસે અચાનક દૂધ ભરેલું ટેન્કર પલટી જતા રસ્તા પર દૂધની નદીઓ વહી હતી. દૂધ ભરવા લોકો વાસણ લઈને દોડા -દોડ કરતા જોવા મળ્યા હતા. તમે વીડિયોમાં જોઈ શકો છો કે દૂધ ભરવા માટે લોકોએ પડાપડી કરી હતી. પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિની વિગતો પ્રાપ્ત થઈ નથી.

બીજી તરફ આ અગાઉ ગાંધીધામથી રાજસ્થાન તરફ જઈ રહેલ ખાદ્યતેલ ભરેલ ટેન્કરને કાંકરેજના માનપુરા પાટીયા નજીક અકસ્માત નડ્યો હતો. ટેન્કર પલટી જતા લોકો તેલની રીતસરની લૂંટ ચલાવી હતી. તેલ લેવા માટે મોટા ટોળા ઉમટવાને લઈ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો