ભાવનગરમાં રખડતા ઢોરે અડફેટે લેતા આધેડનું મોત, પાલિકાની લચર કામગીરી સામે સ્થાનિકોમાં રોષ

| Edited By: | Updated on: Jan 11, 2024 | 5:27 PM

ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરની અડફેટે આવતા એક આધેડનું મોત થયુ છે. ત્યારે પાલિકાની ઢોર પકડ કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ભાવનગરમાં રખડતા ઢોરને કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે અને લોકો અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. રખડતા ઢોરની અડફેટે આવવાથી અનેક લોકો મોત પણ થયા છે. બુધેલ ચોકડી પાસે 62 વર્ષિય વૃદ્ધ રખડતા ઢોરની અડફેટે આવતા વૃદ્ધનું મોત નિપજ્યુ છે. બાઈક પર પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન રખડતા ઢોરે અડફેટે લેતા તેનુ મોત થયુ છે. ત્યારે સ્થાનિકોમાં મનપાની ઢોર પકડવાની કામગીરી સામે રોષ ફેલાયો છે.

આ પ્રથમવાર નથી જ્યારે રખડતા ઢોરની અડફેટે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોય. આ અગાઉ પણ રખડતા ઢોરને કારણે બાઈક પર પડી જવાથી એક યુવકનું મોત નિપજ્યુ છે. લોકો જીવ ગુમાવી રહ્યા છે અને તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી થતી નથી.

આ પણ વાંચો:  PM નરેન્દ્ર મોદી UAEના રાષ્ટ્રપતિ સાથે આજે કરશે રોડ શો, દુનિયાને આપશે મિત્રતાની મિસાલ, જાણો કેમ ખાસ છે આ મુલાકાત

રખડતા ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્યની મહાનગરપાલિકાઓને અનેકવાર ફટકાર લગાવી છે છતાં પણ તંત્રની આંખ ખુલતી નથી. જેને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 11, 2024 05:13 PM