Vadodara News : વધુ એક મનરેગા કૌભાંડ ! કરજણમાં કરોડો રુપિયાના કૌભાંડનો પર્દાફાશ, 8 લોકો સામે નોંધાઈ ફરિયાદ, જુઓ Video

Vadodara News : વધુ એક મનરેગા કૌભાંડ ! કરજણમાં કરોડો રુપિયાના કૌભાંડનો પર્દાફાશ, 8 લોકો સામે નોંધાઈ ફરિયાદ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 12, 2025 | 2:47 PM

છેલ્લા કેટલાક સમયથી મનરેગા યોજના ચર્ચાનો વિષય બની ગઈ છે. મનરેગા યોજનામાં અલગ અલગ જગ્યાએથી કૌભાંડનો ખુલાસો થયો છે. ત્યારે વડોદરાના કરજણમાં વર્ષ 2021-22માં આચરેલું કૌભાંડ ખુલ્યું છે. મનરેગા યોજનામાં કૌભાંડને લઈને 8 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

તાલુકામાં 2.72 કરોડનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે તત્કાલીન TDO અને ટેક્લિનકલ આસિસ્ટન્ટ સહિતના લોકો સામેલ હોવાનું ખુલ્યું છે. કરજણના TDOએ આ સમગ્ર ઘટનામાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

8 અધિકારીઓ સામે ફરિયાદ

કરજણ તાલુકા પંચાયતના હાલના TDO જયમિની પટેલે વડોદરા DDOના માર્ગદર્શન હેઠળ આ ફરિયાદ કરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021-2022માં મનરેગા યોજના હેઠળના કામો માટે માલ-સામાન સપ્લાયમાં ટેન્ડર બહાર પડાયું હતું.ત્યારે, તત્કાલીન TDOએ ટેન્ડર પ્રક્રિયા પૂરી કર્યા બાદ 11 નવેમ્બર 2021થી 31 માર્ચ 2022 સુધી ધનંજય કન્સ્ટ્રક્શન કંપનીને ઇજારો આપ્યો હતો.

જોકે, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અને હિસાબી અધિકારી દ્વારા તપાસ કરાઇ હતી.જેમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો.તપાસમાં શરતોનો ભંગ કરીને ધનંજય કંપનીને ઇજારો આપ્યાનું ખુલ્યું હતું.કંપનીને 5 કરોડ 36 લાખથી વધુની રકમ ચૂકવાઇ હતી. જેમાં પોણા 3 કરોડ રૂપિયા વધુ ચૂકવાયા હતા. જેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો