આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ ? હવામાન વિભાગે કરી આગાહી, જુઓ Video

|

Jul 03, 2024 | 9:33 PM

ઉત્તર ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી લઇને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં અત્યાર સુધી 20 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જો કે જેવી રીતે જુલાઇની ધોધમાર શરૂઆત થઇ છે. જેનાથી સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં હજુ પણ મેઘરાજા પોતાની કૃપા ગુજરાત પર વરસાવી શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

Next Video