Coldwave : ઉત્તરભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, ચારથી પાંચ દિવસ કોલ્ડવેવની આગાહી

Coldwave : ઉત્તરભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, ચારથી પાંચ દિવસ કોલ્ડવેવની આગાહી

| Edited By: | Updated on: Dec 16, 2021 | 9:56 AM

Coldwave in Gujarat : હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત અનેક શહેરમાં કોલ્ડવેવની અસરથી ઠંડીનો ચમકારો વધશે.

GANDHINAGAR : રાજ્યભરમાં શિયાળાની ઋતુએ જોર પકડવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદ શહેરમાં રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં દોઢ ડિગ્રી નીચું નોંધાતા મોડી સાંજે સામાન્ય કરતાં ઠંડીની વધુ અસર જોવા મળી હતી.

આ સાથે જ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી કડકડતી ઠંડીની ચેતવણી જારી કરી છે. કચ્છના નલિયામાં તાપમાનનો પારો ગગડ્યો છે. કચ્છનું નલિયા 4.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ ઉપરાંત ડીસામાં પણ પારો ગગડીને 13.8 ડિગ્રી અને ભુજમાં 14 ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજ્યના કુલ 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયુંહવામાન વિભાગે કચ્છમાં બે દિવસ માટે કોલ્ડવેવની ચેતવણી પણ જાહેર કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત અનેક શહેરમાં કોલ્ડવેવની અસરથી ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદમાં આગામી શુક્રવારથી રવિવાર સુધીમાં ઠંડીનો પારો 10 ડિગ્રી સુધી ગગડી શકે છે.

આ પણ વાંચો : ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીક કેસમાં 11 લોકોની અટકાયત, આ સ્થળેથી પેપરલીક થયાનું અનુમાન

આ પણ વાંચો : AMRELI : બેંકમાં 40 ગ્રામના સોનાના ઘરેણાં ભૂલી ગઈ મહિલા, બેંકે આ રીતે મહિલાને શોધી ઘરેણાં પરત કર્યા

આ પણ વાંચો : VALSAD : દોઢ વર્ષમાં નાણા ડબલ કરવાની લાલચ આપી છેતરવાના આરોપમાં 5 શખ્સોની ધરપકડ

Published on: Dec 16, 2021 09:56 AM